જ્યારે ગુજરાતમાં વાવાઝોડું એ ઘણા શહેરમાં તબાહી મચાવી છે. અને સરકારી તંત્ર આ કાર્ય માં જોતરાયા છે. અને ગુજરાત માં તોકતે વાવાઝોડું આવેલું તે સમય માં તમામ તલાટીઓ ને પોતાનું ક્વાર્ટર એટલે કે ગામ ન છોડવા સૂચના અપાયેલી હોય છે. તે દરમ્યાન બધા તલાટી મંત્રીઓ આ કામગીરીમાં જોડાયેલા હોય છે. ત્યારે બારડોલી તાલુકા ના મોતા ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ એક ફરિયાદ કરવામાં આવી હતી.
ગામડાઓ માં જોવા જઈએ તો ગામ ના કોઈ પણ નાના મોટા સરકારી કામ કરવા માટે પંચાયત માં તલાટી કમ મંત્રી ની જરૂર રહેતી હોય છે. ત્યારે તલાટી મંત્રી કામ ના દિવસો અને સમયમાં હાજર રહે તે જરૂરી છે.
બારડોલી પાસે આવેલા મોતા ગ્રામ પંચાયત માં કમલેશ જી. ગામી તલાટી તરીકે ફરજ બજાવે છે. પરંતુ કોઈક બોગસ વ્યક્તિઓ એ તલાટી પંચાયત પર હાજર રહેતા નથી. તેવી ફરિયાદ થોડા દિવસો પહેલા TDO સમક્ષ કરી હતી. એમાં એવું જણાવ્યું હતું કે સરકારનો મોટો પગાર લેતા હોવા છતાં સમયસર હાજર રહેતા નથી.
આ ફરિયાદ ને લઈને મોત ગામના અન્ય ગ્રામજનો એ TDO સાહેબ સમક્ષ રજૂઆત કરી હતી કે આ ફરિયાદ ખોટી છે. જે રજુઆત કરવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું છે કે,
સવિનય સહ ઉપરોલ વિષય અનવયે મોતા ગામના નાગરીકોનું જણાવવાનું કે મોતા ગામ ના તલાટી ઉપર જે આપ સાહેબશ્રીને જે ફરીયાદ કરવામાં આવી છે તેમાં તલાટી કે મંત્રીને બદનામ કરવાનું કાવતરું છે.મોતા ગામના તલાટી કમ મંત્રી શ્રી લોકોને વિનય અને વિવેકી રીતે જે કામો થતા હોય તે કરી આપે છે , તથા નાનામાં નાના માણસનું હિત જળવાઇ તે રીતે તેમની કામગીરી સરાહનીય છે.
પરંતુ મોતા ગામના અમુક પાંચ લોકો દ્વારા આપશ્રીને જે ફરીયાદ કરી તે તર્ક વિહિન છે . તેમજ તલાટી કમ મંત્રી ને બદનામ કરવાનું કાવતરું છે . તલાટી કમ મંત્રી શ્રી ની કામગીરી સંતોષકારક છે . જે આપ સાહેબને જાણ થવા વિનંતી . વધુમાં જે ફરીયાદ કરી તે નામના ઇસમો મોતા ગામે અસ્તિત્વ ધરાવતા નથી . ખોટા નામોથી ફરીયાદ કરી છે . જેથી તલાટી કમ મંત્રી શ્રી ની કામગીરી સંતોષકારક છે . જે આપ સાહેબને જાણ થવા વિનંતી .