શહેરના મણીનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 જેટલા સંતોને કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. 11 જેટલા સંતો કેવી રીતે કોરોના પોઝિટિવ થયા તે અંગે અમદાવાદ મહાનગરપાલિકા તપાસ કરશે.
જોકે, સ્વામિનારાયણ ભગવાનના ફૂલોના વાઘા માટે બરોડાથી ફૂલો આવ્યા હતા. આશંકા સેવાઈ રહી છે કે આ ફૂલો મારફતે સંતોને કોરોના પોઝિટિવનું સંક્રમણ થયું હશે.
આ તમામ 11 જેટલા સંતોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ગયા સંતો બાકીના તમામ સંતોના સંપર્કમાં આવ્યા હોવાથી તમામ સંતોને મંદિરમાં જ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ અંગે મંદિર સાધુ ભગવત પ્રિયદાસજી સાધુના જણાવ્યા પ્રમાણે મંદિરના સંતોને કોરોના થયો છે. તેઓ 9 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે.જોકે બિનસત્તાવાર રીતે જે વાત સામે આવી છે તેમાં કુલ 30 જેટલા સંતોને કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પણ છે. આજ કારણે મંદિરને સેનિટાઇઝર કરવામાં આવ્યું છે અને હાલ પૂરતું બંધ કરીને આગામી 15 જૂલાઈએ મંદિર ખૂલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
મંદિરના અગ્રણી સંત પ્રિય દાસજી સાધુ પણ કોરોના પોઝિટિવ તેમના જણાવ્યા અનુસાર સંતના સંપર્કમાં અન્ય સંતો આવતા સંક્રમણ થયું હશે.તેમણે પણ જણાવ્યું કે સરકારી અનલૉક-2ની ગાઈડલાઈન બાદ પણ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન બંધ હતું. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના ફૂલોના વાઘા માટે બરોડાથી ફૂલો આવ્યા હતા. આશંકા સેવાઈ રહી છે કે આ ફૂલો મારફતે સંતોને કોરોના પોઝિટિવનું સંક્રમણ થયું હશે.