અમદાવાદ : વધુ એક ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ..

અમદાવાદનાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ બીજા ધારાસભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા ડૉ.અમિત નાયકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. આ ઓડિયો ક્લિપમાં તેઓ ચુંવાળા નગર સોસાયટી વિભાગ 5માં રહેતા મયુર પટેલ સાથે વાત કરતા હતા. જેમાં બલરામ થાવાણી રોડ પાકો કરી આપવા મામલે કહે છે કે, હું કામ નહીં કરી આપું. પાર્ટીએ મને બહુ ખખડાવ્યો છે.

તેમણે કહ્યું કે લીગલ હશે કામ તો પણ નહીં કરી આપું. લોકોએ મારી બહુ ફરિયાદ કરી મને મજબૂર કરી નાંખ્યો છે. પરંતુ આ અંગે ધારાસભ્યએ ખુલાસો આપતા કહ્યું હતું કે, આ MLAને બદનામ કરવાનું કામ છે, ત્યાંના બે ત્રણ કાર્યકરો મારા વિરોધમાં છે. કોર્પોરેશને અમને હાથ ન અડાડવા નોટિસ આપી છે.

અમદાવાદમાં 30મેની સાંજથી 31મેની સાંજ સુધીમાં કોરોનાના 299 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 20 દર્દીના મૃત્યુ થયા છે અને 601 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 12,180 અને કુલ મૃત્યુઆંક 842 થયો છે. જ્યારે 6,918 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.