શિક્ષકો બાદ હવે ગુજરાતની ખાખી વર્દીનું આંદોલન, જાણો અહીં સમગ્ર ઘટના…

ગુજરાત સરકાર સામે પ્રાથમિક શિક્ષકો બાદ રાજ્યના પોલીસ કર્મીઓએ પોતાના ગ્રેડ-પે મુદ્દે આંદોલન છેડ્યું છે. . ગુજરાતમાં સરકાર સામે વધુ એક ડિજિટલ આંદોલન પોલીસ કર્મીઓએ છેડ્યું છે. પોલીસ કર્મીઓએ સરકાર સામે 2800 ગ્રેડ પે આપવા માંગણી કરી છે. તેમને સવાલો વેધક છે, તેઓ સરકારને જણાવી રહ્યા છે કે, ‘અમે કોઈ એક પણ રજા લેતા નથી છતાં અન્યાય કેમ?’

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતભરના પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ ઓછો હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ દર્શાવ્યો છે. હવે પોલીસનું 2800 ગ્રેડ પે આંદોલન સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે. રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને 2000 રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે હવે પોલીસ મેદાને છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.