અમેરિકાના વિશ્વવિખ્યાત હાર્ટસર્જન ડૉ . સુબ્રહ્મણ્યમ્ જેવા કંઈકને એનો અનુભવ છે. હૃદયની બાયપાસ સર્જરી પછી પ્રથમ વખત જાહેરમાં આવેલા સ્વામીશ્રીને વધાવવા તા . ૬-૯-૧૯૯૮ના રોજ ન્યૂયોર્કના વેસ્ટચેસ્ટર કાઉન્ટી હૉલમાં હરિભક્તોએ એક ખાસ સમારંભ યોજ્યો હતો. તેમાં સ્વામીશ્રીની બાયપાસ સર્જરી કરનારા વિશ્વવિખ્યાત હાર્ટસર્જન ડૉ . સુબ્રહ્મણ્યમ્ને પણ ઉોધન કરવાનું હતું. સુબ્રહ્મણ્યમૂના નામ – ઉદ્ઘોષ સાથે જ સતત તાળીઓના ગડગડાટ સાથે કેટલીય વાર સુધી હોલ છલકાતો રહ્યો. ડૉ . સુબ્રહ્મણ્યમ્ પોતાના આસન પરથી ઊભા થઈને સ્વામીશ્રી સમક્ષ આવ્યા.
હાથ જોડી એ ભવ્ય સમારોહમાં , જાહેરમાં , મંચ પર જ શરીરને પડતું મૂક્યું – સ્વામીશ્રીનાં ચરણોમાં , કોટ – પેન્ટ – ટાઈ – શ્રી પીસ શૂટેડ એ વિખ્યાત સર્જન અતિ નમ્રતાપૂર્વક સ્વામીશ્રીને ત્યાં ને ત્યાં જ મંચ પર સાષ્ટાંગ દંડવત્ – પ્રણામ કરવા માંડ્યા. મંચ પર બેઠેલા સ્વદેશી – વિદેશી સર્વે મહાનુભાવો અને સભાજનો માટે આ અકથ્ય હતું. જેમણે આજ સુધી પોતાનો પરિચય એક નાસ્તિક તરીકે આપ્યો હતો એવા ડૉ . સુબ્રહ્મણ્યમે ઉલ્બોધન કરતાં જણાવ્યું ‘ જુલાઈ ૭ , ૧૯૯૮ ના દિવસે લેનોક્સ હિલ હૉસ્પિટલમાં મારા ઑપરેશન થિયેટરમાં મને લાગ્યું કે ભગવાન સ્વામિનારાયણ અવતર્યા હતા.
બાયપાસ સર્જરી પછી હું સ્વામીશ્રીની મુલાકાતે રોજ જતો ત્યારે મને લાગતું કે એમનાં દર્શને જાઉં છું – એ ભગવાનનાં દર્શને જાઉં છું. એમની પાસે દરરોજ જતાં લાગતું કે હું પવિત્ર થઈ રહ્યો છું. ’ જેને પરમ સત્યનો સાક્ષાત્કાર છે. એટલે એમના સંબંધે અન્યને પણ એ સત્યનો અનુભવ થાય છે. ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃત ટાંકીને સ્વામીશ્રી ઘણી વાર કહે છે: ‘ પરમાત્મા સત્ય છે, પરમાત્માની વાણી સત્ય છે, પરમાત્માના ધારક સંત અક્ષરબ્રહ્મ સત્ય છે, અને તેમાં જેને શ્રદ્ધા છે તે એ સત્યને પામે છે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…