સુરતના જાણીતા ઉધોગપતિ સામાજિક અગ્રણી મહેશભાઈ સવાણીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે સર્કીટ હાઉસમાં મુલાકાત કરી હતી અને હવે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
મહેશ સવાણીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, હું સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. ઘણા લોકોએ મને કહ્યું કે, તમારા પર રેડ પડશે, હેરાન કરશે. મારે સેવા કરવા બદલ જો જેલમાં જવું પડે તો પણ જવા તૈયાર છું. જયારે પણ સમાજનું કામ થતું હોય ત્યારે તેમાં રાજકરણ ન હોય પરંતુ અત્યારે સમાજના કામમાં રાજકારણ થાય છે.
સુરતમાં ઉદ્યોગ પતિ મહેશભાઈ સવાણી આમ આદમી પાર્ટી માં જોડાયા છે. પરંતુ આમ આદમી પાર્ટી એ દિલ્હી માં ફ્રી માં આધુનિક શિક્ષણ આપે છે અને મહેશભાઈ સવાણી નો મુખ્ય વ્યવસાય સ્કૂલ નો જ છે. આથી ઘણા લોકો એવો પ્રશ્ન ઉઠાવતા હતા કે તેઓ પોતાની જ સ્કૂલ માં લાખો ની ફી ઉધરાવે છે. તેના જવાબ માં મહેશ સવાણી એ જણાવ્યું કે જો સરકાર જ અમારા જેવી સ્કૂલ બનાવીને બાળકો-યુવાનો ને શિક્ષણ આપે તો અમે અમારી સ્કૂલ બંધ કરી દેશું.
જુઓ વીડિયો:-
મહેશ સવાણી એ કહ્યું, અમારી તો મજબૂરી છે, જગ્યા અમારી છે, બાંધકામ અમારું છે, એટલે પ્રાઈવેટ વાળાને મજબૂરી છે, પણ સરકાર જ જો એવી સ્કૂલ બનાવે તો અમારે પી.પી. સવાણી સ્કૂલ બંધ કરવી પડે.
● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…