કોરોના બાદ આ બીમારી મચાવી રહી છે તબાહી….અધધ.. મોત

કોરોનાના કેર વચ્ચે દેશમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. દેશના અલગ અલગ ભાગમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 7251 કેસ સામે આવ્યા છે અને 219 લોકોના મોત થયા છે. ગુરૂવારે કેન્દ્ર સરકારે કહ્યુ કે રાજ્યોને મહામારી અધિનિયમ, 1897 હેઠળ બ્લેક ફંગસને મહામારી જાહેર કરવી જોઇએ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શહેરની ત્રણ સરકારી હોસ્પિટલો- લોક નાયક, જીટીબી અને રાજીવ ગાંધી હોસ્પિટલને બ્લેક ફંગસ માટે સમર્પિત કેન્દ્ર સ્થાપિત કરવા માટે કહ્યુ છે. આ પહેલા રાજસ્થાન અને ગુજરાત સરકારે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી દીધી છે, આ સાથે જ કેટલાક રાજ્ય સરકાર એલર્ટ પર છે.

ગુજરાત: મ્યૂકરમાઇકોસિસના 1,163 કેસ આવ્યા છે અને 61 લોકોના મોત થયા છે.
મધ્ય પ્રદેશ: રાજ્યમાં મ્યૂકરમાઇકોસિસના 575 કેસ સામે આવ્યા છે અને 31 લોકોના મોત થયા છે
હરિયાણા: હરિયાણામાં 268 કેસ સામે આવ્યા છે જેમાં મ્યૂકરમાઇકોસિસને કારણે આઠ લોકોના મોત થયા છે.
દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં મ્યૂકરમાઇકોસિસના 203 કેસ દર્જ કરવામાં આવ્યા છે અને તેને કારણે એકનું મોત થયુ છે.
ઉત્તર પ્રદેશ: રાજ્યમાં મ્યૂકરમાઇકોસિસના 169 કેસ દર્જ કરવામાં આવ્યા છે અને આઠ લોકોના મોત થયા છે.
બિહાર: બિહારમાં અત્યાર સુધી 103 કેસ સામે આવ્યા છે, મ્યૂકરમાઇકોસિસને કારણે 2 મોત દર્જ થઇ છે.

છત્તીસગઢ: 101 લોકોમાં મ્યૂકરમાઇકોસિસ મળ્યુ છે અને તેનાથી રાજ્યમાં એક વ્યક્તિનું મોત થયુ છે.
કર્ણાટક: અહી મ્યૂકરમાઇકોસિસના 97 કેસ સામે આવ્યા છે, ઓફિશિયલ આંકડામાં કોઇના મોત થયા નથી.
તેલંગાણા: અહી મ્યૂકરમાઇકોસિસના 90 કેસ સામે આવ્યા છે અને 10 લોકોના મોત પણ થયા છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.