ભરતસિંહ સોલંકીને કોરોના થતા લગભગ એકાદ ડઝન જેટલા અધિકારી-નેતાઓ અને હોદ્દાદારો થયા ક્વોરન્ટીન..

રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ કૉંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને કોરોના વાયરસ થયા હડકંપ મચ્યો છે. ભરતસિંહ સાથે એ દિવસે મતદાનમાં હાજર સનદી અધિકારી અને નેતાઓમાં ચિંતા વ્યાપી છે. જોકે, ગાઇડલાઇન પ્રમાણે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોએ ક્વૉરન્ટીન થવું અનિવાર્ય છે

ત્યારે લગભગ એકાદ ડઝન જેટલા અધિકારી-નેતાઓ અને હોદ્દાદારોના સમૂહને ક્વોરન્ટીનમાં જવાની ફરજ પડી હતી. સમાચાર આવતાની સાથે જ સૌથી પહેલાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ક્વૉરન્ટીન થયા હતા ત્યારબાદ હવે મુખ્યમચૂંટણી અધિકારી સહિતના ઉપસ્થિતો ક્વોરન્ટાઇન થયા હાવોના અહેવાલ છે.

પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ ચૂંટણી સમયે સાથે હતા. દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા તેઓ વડોદરાની બેન્કર્સ હૉસ્પિટલમાં ક્વૉરન્ટાઇન થયા છે. તેઓ ભરતસિંહને દાખલ કરાયા છે તેની બાજુના રૂમમાં જ ક્વૉરન્ટાઇન થયા છે.

આ દરમિયાન પ્રદેશના નેતા ગૌરવ પંડ્યા પણ ક્વૉરન્ટાઇન થયા હોવાના અહેવાલો છે.આ ઘટના બાદ રાજ્યના મુખ્યચૂંટણી અધિકારી એસ મુરલી પણ ક્વૉરન્ટાઇન થયા છએ. તેમની સાથે કેન્દ્રીય નિરીક્ષક રાઘવ ચન્દ્રા, આરઓ ચેતન પંડ્યા હોમ ક્વૉરન્ટાઇન થયા છે.

સાંસદ શક્તિસિંહ ગોહિલ અગાઉથી જ ક્વૉરન્ટાઇન થયા હતા.બાપુનગરના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલ પણ હોમ ક્વૉરન્ટાઇન થયા છે. ચૂંટણીમાં જે લોકોએ ભરતસિંહની નજીક જઈને કામ કર્યુ હતું તેમને સીધી રીતે જોખમ છે. દરમિયાન કૉંગ્રેસના અન્ય નેતાઓ અને ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા અન્ય અધિકારીઓ પણ ક્વૉરન્ટાઇન થાય તેવી વકી છે.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.