સુરત કોર્પોરેશનમાં જ્યારથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચુંટાયા છે, ત્યારથી તમામ કોર્પોરેટર દ્વારા રોજ અલગ-અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે. આજે વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાએ કમિશ્નર અને મેયરને રજૂઆત કરવમાં આવી હતી કે, કોર્પોરેટરો માટે મીટીંગ અગાઉ જે નાસ્તા-પાણીની વ્યવસ્થા પાછળ ખોટો ખર્ચ થાય છે, તે બંધ કરવામાં આવે તેમજ આધાર કાર્ડ માટે શહેરભરમાં સેન્ટરો વધારવા માગણી કરી હતી.
માત્ર 15 મિનિટ કે અડધો કલાક માટે પણ જો કોર્પોરેટરોની બેઠકનું આયોજન થાય તો તેના માટે પણ નાસ્તો મંગાવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ નગરસેવકો લોકોના હિતમાં કામ કરવા માટે તેઓ એકત્રિત થાય છે કે પછી માત્ર લોકોના પૈસા મિજબાની કરવા માટે ભેગા થાય છે. નજીવી બાબત માટે મળેલી બેઠકમાં પણ નાસ્તો મંગાવવામાં આવે છે તે પણ દર વખતે અલગ અલગ સ્થળેથી તેમજ કોર્પોરેટરોનો મનપસંદ નાસ્તો લાવવામાં આવે છે.
વર્ષ દરમિયાન 15 મિનિટ અને 30 મિનિટ જેટલા સમય માટે મળેલી બેઠકોનું લિસ્ટ ખૂબ લાંબુ થઈ જતું હોય છે અને દરેક બેઠકોમાં નાસ્તા પાણીનું બિલ વર્ષના અંતે ખૂબ મોટું આવતું હોય છે. આ પ્રકારનો ખોટો ખર્ચ રોકવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે રજૂઆત કરી છે કે, બજેટ જેવા કાર્યક્રમો કોર્પોરેશનમાં થાય ત્યારે કોર્પોરેટરો 10:00 થી 5:00 વાગ્યા કરતા વધુ સમય માટે પણ ક્યારેક રોકાતા હોય છે. તે દરમિયાન જમવાની કે નાસ્તાની વ્યવસ્થા કરવી એ વ્યાજબી છે અને એવી હોવી જોઈએ પરંતુ નજીવી બેઠકો માટે ખોટો ખર્ચ કરવો એ પ્રજાના પૈસાનો દૂરવ્યવહાર છે તેને તાત્કાલિક અસરથી રોકવો જરૂરી છે.
આ સાથે જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે શહેરમાં આધાર કાર્ડ માટેના સેન્ટરોની સંખ્યા વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. સુરતની વસ્તીની સામે આધાર કાર્ડ સેન્ટર ખૂબ જ ઓછા છે માટે લોકોને સુવિધા મળી રહે તે માટે આધારકાર્ડ સેન્ટરો વધારવા જરૂરી છે.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…