ટીમ ગબ્બર ગુજરાત ના કાંતિ એચ ગજેરા એડવોકેટને જાણવા મળ્યું છે કે, ગામ,શાખપુર,તા,લાઠી,જી,અમરેલી જુના સમયમાં ગાયકવાડી સ્ટેટનું ગામ હતું.તે સમયે ગાયકવાડ સ્ટેટ દ્વારા બ્લોક નં.૩૯૩/૪ વાળી ૦-૬૭–૭૯ ચો.મી જગ્યા સરકારી દવાખાના માટે ફાળવવામાં આવેલી હતી.
હાલમાં આ જગ્યા પડત્તર પડી રહેલ છે. આથી ટીમ ગબ્બર ની રજુવાત છે કે,આ જગ્યામાં સરકારી હેલ્થ સેન્ટરનું નિર્માણ કરી તબીબી સેવા પૂરી પાડવામાં આવે. ઉપરોકત શાખપુર ગામની આસપાસ કુતિયાણા,કલ્યાણપુર,ખારા,પાંચતલાવડા, નાનારાજકોટ,ચારોડીયા,નાના વાવડી,પાડરશીંગા,કણકોટ,ઢાંગલા જેવા ગામો તદ્દન નજીક આવેલા છે.
આ તમામ ગામોના નાગરીકોને તથા ખેતીવાડી કરવા માટે બહારથી આવેલા શ્રમિક પરિવારો મળીને ત્રીસેક હજાર લોકો વસવાટ કરે છે.આ ઉપરાંત શાખપુર ગામમાં ધોરણ-૧થી૧૨ સુધીનો અભ્યાસ કરવા માટે આસપાસના તમામ ગામના વિધાર્થીઓ પણ આવે છે.અને શાળાના શિક્ષક પરિવારો પણ ગામમાં વસવાટ કરે છે. આ ઉપરાંત શાખપુર ગામમાં આવેલા ડુંગર ઉપર ખોડીયાર માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.જેના દર્શન માટે દૂર-દૂરથી હજારો યાત્રાળુઓ આવે છે,અને વાર-તહેવારે ત્યાં મોટા લોકમેળાનું પણ આયોજન થાય છે.
શાખપુર ગામમાં 1987 સુધી રેસિડેન્ટ MBBS ડોકટર અને નર્સ ને લગતો સ્ટાફ હતો.
આસોદર હેલ્થ સેન્ટર શાખપુર ગામથી અંદાજીત 18 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં સામાન્ય લોકોને ત્યાં વાહન વ્યવસ્થાના અભાવે પહોંચવું શક્ય નથી.
આથી ટીમ ગબ્બરની રજુવાત છે કે,શાખપુર ગામમાં સરકારી દવાખાના માટેનું અનામત રહેલી આ પડતર જગ્યામાં યોગ્ય સુવિધા ધરાવતું હેલ્થ સેન્ટર બનાવી તેના માટે જરૂરી ડોકટર,નર્સીગ તથા જરૂરી સ્ટાફ અને ૧૦૮ એમબ્યુલસ સુવિધાની ફાળવણી કરવામાં આવે તો સ્થાનિક રહીશ, આસપાસના ગામોના લોકો,વિધાર્થીઓ અને યાત્રાળુઓને આરોગ્યવિષયક સુવિધા ઘરઆંગણે પ્રાપ્ત થઈ શકે, આ પ્રકારની રજુઆત ટિમ ગબબર દ્વારા કરવામાં આવી હતી.