રાજધાની દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત સીબીઆઈ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ બિલ્ડિંગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાવામાં આવ્યા છે. આ સમયે ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં લાગી છે.
જુઓ વીડિયો…
Delhi: Fire breaks out in the basement of the CBI building at CGO complex.
Fire tenders rushed to the spot. pic.twitter.com/Ub3chSyvkS
— TOI Delhi (@TOIDelhi) September 17, 2021
જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કશું જાણવા મળ્યું નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. જ્યારે દિલ્હી પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આજે બપોરે 1.40 વાગ્યે ફાયર સર્વિસને સીબીઆઈ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં જુલાઈમાં પણ લોધી રોડ વિસ્તારમાં સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત સીબીઆઈ બિલ્ડિંગના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તે સમયે કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું. બે મહિનાની અંદર ફરી સીબીઆઈ બિલ્ડિંગમાં આગ લાગવાના કારણે સુરક્ષા પર પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…