પુણેની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, 500 દુકાનો રાખમાં ભળી

મુંબઈના મોલના ત્રીજા માળે આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ હવે મહારાષ્ટ્રના પુણેમાં ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ લાગી હતી. જેના પગલે ફેશન સ્ટ્રીટમાં આવેલી 500 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના પુણેના કેમ્પ વિસ્તાર સ્થિત ફેશન સ્ટ્રીટ માર્કેટમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી.

આગ એટલી ઝડપથી પ્રસરી કે કોઈ પગલાં ભરવામાં આવે તો પહેલા જ લગભગ તમામ દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ કેટલી ભયાનક હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 500 દુકાન બળીને ખાખ થઈ ગઈ છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યે પોલીસને આગની જાણકારી મળી હતી. કેમ્પ હનુમાન ખાતે આવેલી ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી. આગ લાગવાની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડી ઘટના સ્થળે પર દોડી ગઈ હતી. પુણે કેન્ટોનમેન્ટ બોર્ડના સીઈઓ અમિત કુમારે જણાવ્યું કે, મોડી રાત્રે લાગેલી આગમાં આખી ફેશન સ્ટ્રીટ બળીને ખાખ થઈ ગઈ છે. ખૂબ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

પ્રાપ્ત વિગત પ્રમાણે ફેશન સ્ટ્રીમાં કપડાં અને જૂતાઓનું કામ થાય છે. આ બજારમાં 500થી વધારે સ્ટૉલ છે. કપડાં અને જૂતોઓનું માર્કેટ હોવાને પગલે આગ ખૂબ જ ઝડપતી પ્રસરી હતી.

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઑફિસર પ્રશાંત રનપીસે જણાવ્યું હતું કે, “16 ફાયર ટેન્ટર અને બે વૉટર ટેન્કર ઘટના સ્થળે હાજર હતા. રાત્રે 1:06 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જે બાદમાં કૂલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 10 ફાયર ઓફિસર સહિત 60 લોકોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવાયો હતો.”

ઉલ્લેખનીય છે કે એમજી રોડ પર આવેલી ફેશન સ્ટ્રીક વિન્ડો શૉપિંગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આવી જ એક ફેશન સ્ટ્રીટ માર્કેટ મુંબઈમાં પણ આવેલી છે. પુણેની ફેશન સ્ટ્રીટ માર્કેટમાંથી લોકો કપડાં, જૂતા, ચશ્મા અને ઘર-વપરાશની નાની નાની વસ્તુઓ ખરીદતા હોય છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *