ગુજરાતની એક એવી હોસ્પિટલ, જ્યાં નથી કોઈ Cash કાઉન્ટર, મોટા ઑપરેશન કરાય છે તદ્દન મફત…!! જાણો અને અવશ્ય શેર કરો…

“માનવ સેવાનું જીવતું ઉદાહરણ”

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી થતી ઊઘાડી લૂંટ વચ્ચે આજે વાત કરવી છે એક એવી હોસ્પિટલ કે જે માનવને જ દેવ માનીને તેની સેવા કરે છે. સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD અહીં થાય છે. સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે.

9 જાન્યુઆરી 2011 માં 5 કરોડના ખર્ચે આકાર પામી હોસ્પિટલ…

આનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. તેની પાસે એક રુપિયો નહી.

નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ; કહે : “માનવતા મોટી છે, થઈ જશે ! માનવસેવા એજ પ્રભુસેવા. દર્દી દેવો ભવ !”

નિર્દોષાનંદજીની સુવાસ તો જૂઓ ! શરુઆતમાં જ 4 કરોડનો ફાળો થયો ! દાતાઓ પણ કેવા ! 2011 થી ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે; જે દર મહિને 1 લાખ આપે છે ! બીજા પણ દાતાઓ છે. 31 ઓક્ટોબર, 2019 ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત હતું; જે 4 કરોડના ખર્ચે તૈયાર થયુ; તેના દાતા ધનસુખભાઈ દેવાણી છે.

મોટો ઓપરેશનો પણ કરાય છે વિનામૂલ્યે..!!

પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે ના ઓપરેશનો વિનામૂલ્યે થાય છે.

તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ…

24 કલાક ઈમરજન્સી સારવાર આપવામાં આવે છે. અદ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/ટ્રેડમિલ ટેસ્ટ/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ-ડીફ્રિબ્રીલેશ; મોનિટરિંગ વગેરેની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી એટલું જ નહીં અહીં ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે સારવાર કરવામાં આવે છે આ માનવસેવા સારવાર મફત, દવાઓ મફત, જમવાનું મફત, ઓપરેશનનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ હોસ્પિટલ ના સંચાલન માટે દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. અહીં હવે માત્ર ભાવનગર જિલ્લો જ નહીં પણ રાજયના અનેક ભાગ માંથી લોકો સારવાર માટે આવે છે. આ હોસ્પિટલ હવે સોશિયલ મીડિયાના માધ્યમ થી નિઃશુલ્ક સેવાના કારણે દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રસિદ્ધ બન્યું છે.

મિત્રો, હું શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન કરું છું કે તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે. તેઓએ ધાર્યુ હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત અને ભક્તોના દાનમાંથી ભોગ વિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત…

આવાં મહાન સંત માંથી મારે, તમારે, કથાકારોએ બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ. માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહી થાય, દેશ આગળ ના આવે.

તમે પણ આપી શકો છો દાન…

આપણે વાતો કરતા હોઈએ છીએ કે કળયુગ છે, માનવતા નથી રહી. પરંતુ આવી હોસ્પિટલ હજી પણ માનવતાનો ધર્મ નિભાવી રહી છે. ધન્ય છે એ દાતાઓને અને હોસ્પિટલમાં સેવા આપતા તમામ લોકોને જેના કારણે પૈસાના અભાવે પણ હજારો લોકો સારવાર મેળવી શકે છે. તમે પણ આ હોસ્પિટલને દાન આપવા માટે તેનો સંપર્ક કરી શકો છો. હોસ્પિટલ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરી હોસ્પિટલની વેબસાઈટની મુલાકાત લો.

તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે; એટલી તકેદારી લેશો. આંગળી ચીંધીએ એનું પણ પુણ્ય છે. એટલે આ માહિતી શેર કરીને આગળ પહોંચાડીએ, જેથી કરીને જરૂરીયાત મંદ વ્યક્તિ તાત્કાલિક સારવાર લઈ શકે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.