કોરોનાના સપાટામાં આવી રહીલા ક્રિકેટરોમાં વધુ એકનો સમાવેશ થઇ ગયો. સચિન તેડુલકર, યુસુફ અને ઇરફાન પઠાણ, એસ બદ્રીનાથ બાદ ટીમ ઇન્ડિયાના સ્ટાર ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ કોરોના થઇ ગયો. આ સાથે IPLની 14મી સીઝન શરુ થયાના 6 દિવસ પહેલાં જ દિલ્હી કેપિટલ્સને મોટો આંચકો લાગી ગયો. કારણ કે સંક્રમિત થવાથી અક્ષર પટેલને કવોરન્ટાઇન થવું પડશે.
અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે અત્યારે આઇસોલેશનમાં છે અને તમામ પ્રોટોકોલ ફોલો કરી રહ્યો છે. નોંધનીય છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર પોઝિટિવ આવ્યા બાદ ગઇ કાલથી હોસ્પિટલમાં દાખલ થયા છે.
નોંધનીય છે કે અક્ષર પટેલે તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તહલકો મચાવી પ્રવાસી ઇંગ્લેન્ડને ધૂળ ચટાડી દીધી હતી. ટેસ્ટ ડેબ્યુ મેચમાં જ 10 વિકેટો ખેરવનાર અક્ષર આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ઓલરાઉન્ડર છે. પરંતુ આઇસોલેશનને કારણે તે કદાચ ઓછામાં ઓછા 15 દિવસ ક્રિકેટ રમી શકશે નહીં.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટનપદે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વરણી કરાઇ છે. શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત થતાં તેને તક મળી છે. દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચ ચેન્નાઇ બાદ બીજી મેચ 15 એપ્રિલે ગુરુવારે મુંબઇમાં જ રાજસ્થાન રોયલ્સ સામે યોજાશે.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…