કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 4.2ની તીવ્રતા

કચ્છના ભચાઉમાં 5 જુલાઈ, રવિવારે સાંજે 5:11 એ 4.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ભુકંપનું એપી સેંટર ભચાઉથી 14 કિમી નોર્થ ઇસ્ટમાં હવાનું સામે આવ્યું છે. રેકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.

નોંધનીય છે કે, 4 જુલાઈ રાતના 1.50AM થી લઈને 5.11PM સુધીમાં 5 આચંકા અનુભવાયા હતા.

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.