પ્રજાસત્તાકના દિવસે દિલ્હીમાં થયેલી હિંસા બાદ આંદોલનને લઇને અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ આંદોલન હવે ક્યાં સુધી ચાલશે તેના લઇને ચર્ચા ચાલી રહ્યા હતા. ત્યારે ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાબળો તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્તારમાં 144 કલમ લાગૂ કરી દેવામાં આવી છે. પોલીસે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વિસ્તાર ખાલી કરી દેવા જણાવ્યું છે. ગાઝી બોર્ડર પર એક્શનની પૂરી તૈયારીઓ છે. મોટી સંખ્યામાં વાહનો અને જવાનો ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ દિલ્હી પોલીસે રાકેશ ટિકૈતની ધરપકડની તૈયારી દર્શાવી છે. રાકેશ ટિકૈતે પાણીનું ત્યાગ કર્યું છે અને અનશન પર બેઠી ગયા છે. આત્મહત્યા કરવાની ધમકી પણ તેમણે આપી છે.

પોલીસ દ્વારા કેટલાક ખેડૂત નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન નીકળેલી ટ્રેક્ટર પરેડ વચ્ચે હિંસામાં ઘાયલ પોલીસ કર્મીઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવી ગયા છે અને ખેડૂતોને ધરણા પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. રાકેશ ટિકૈત અનશન પર ઉતરી ગયા છે.તંત્રએ પણ પાણીની સુવિધા હટાવી દીધી છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે જ્યાર સુધી ગ્રામજનો પાણી નહી પીલાવે ત્યા સુધી પાણીને હાથ પણ નહી લગાવુ.

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને સંબોધિત કરી રહ્યા છે, તેમણે કહ્યુ કે તે સરેન્ડર નહી કરે. અમારા ધરણા ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યુ કે લાલ કિલ્લાની ઘટના માટે જે જવાબદાર છે તેમની કોલ ડિટેલ કાઢવામાં આવે. રાકેશ ટિકૈતે કહ્યુ કે ઉત્તર પ્રદેશ પોલીસ ધરણા પર ધરપકડનો પ્રયાસ કરી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટે પણ શાંતિપૂર્ણ રીતે ધરણાને યોગ્ય ઠેરવ્યુ છે.