અત્યારનાં કોરોનાકાળમાં સૌથી વધુ જો જરૂર હોય તો એ રક્તની છે આવા આ કપરા સમયમાં માનવતા માટે રક્તદાન એ જ જીવનદાન છે. લોહીના થોડાંક ટીપાં કોઈની જીંદગી બચાવી શકે છે. શ્રી ખોડલધામ સમિતી સુરત સંચાલિત શ્રી ખોડલધામ યુવા સમિતિ વેલંજા ઉમરા દ્વારા તા. 4 જુલાઈના રોજ MTC મોલ વેલંજાખાતે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું, કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે આ કેમ્પ દ્વારા 117 બોટલ રક્ત એકઠી કરાય હતી,
આ કેમ્પનું સ્વામી અક્ષરપ્રસાદ સ્વામીનાં હસ્તે દિપ પ્રાગટય કરવામા આવ્યુ હતુ સાથે મહેમાન શ્રી કાનજીભાઈ ભાલાળા, પ્રફુલભાઈ પાનસેરીયા, કોર્પોરેટર મોનાલીબેન હિરપરા, ખોડલધામ સુરત ના મુખ્ય કન્વીનર કે. કે. કથીરીયા, વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા મનસુખભાઈ સોજિત્રા, MTC ગ્રુપ અને સ્થાનિક વિવિધ સોસાયટીનાં પ્રમુખઓ એ હાજરી આપી હતી,
વિશેષમાં યુવા સંગઠન કન્વિનર કિશોરભાઈ પદમાણી એ જણાવ્યું હતું કે આગામી 11 જુલાઈ રવિવારનાં રોજ શ્રીખોડલધામ ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે શ્રીખોડલધામ સમિતી સુરત દ્વારા અલગ અલગ વિસ્તાર જેમકે કામરેજ, સરથાણા, યોગીચોક,સીતાનગર, કતારગામ એમ પાંચ વિસ્તારમાં રક્તદાન કેમ્પ કરવાનું આયોજન કરેલ છે