વરાછામાં મેલડી માતાનાં મંદિર બાદ કાપોદ્રાના આ મહાદેવ મંદિરમાંથી 1.96 લાખની ચોરી..!!

વરાછા – હીરાબાગના મેલડી માતાના મંદિરમાં ચોરીની ઘટના થોડા દિવસ પહેલા બની હતી. તેના ચાર દિવસમાં કાપોદ્રા વિસ્તારમાં બીજા એક મંદિરમાં ચોરી થઈ હતી. બરોડા પ્રિસ્ટેજ સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિરમાં પણ ચોરી થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

બે યુવકો મંદિરમાંથી ચાંદીના 3800 ગ્રામનો શેષનાગ , 700 ગ્રામનું છત્તર મળી કુલ 1.96 લાખની ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા બંને ઘટના અંગે પોલીસને મહત્ત્વની કડી હાથ લાગી ગઇ હોવાનું જાણવા મળે છે.

હીરાબાગ સ્થાનિકોની આસ્થાના પ્રતીક સમાન મેલડી માતાના મંદિરમાં 22 મીના રોજ ચોરી થઇ હતી. સીસીટીવી ફૂટેજમાં પ્લાસ્ટિકનો કોથળો લઇને ચોરી કરવા આવેલા બે યુવકો કેદ થયા હતા. કાપોદ્રા પોલીસે આ મામલે રૂપિયા 32 હજારની ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન બરોડા પ્રિસ્તેજ ખાતે સોમેશ્વર મહાદેવ મંદિરમાં પણ ચોરી થઇ હતી.

તા. 25 મીના મધરાત્રે 01:58 વાગ્યે બે યુવકો મંદિરમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તસ્કરો મહાદેવના શિવલિંગ પર ચડાવેલું ચાંદીનું 1800 ગ્રામ વજનનું ગળતી, 3800 ગ્રામ વજનનો શેષનાગ અને 700 ગ્રામનું 1 છત્તર મળી કુલ 6300 ગ્રામ ચાંદીની સામગ્રી ચોરી કરીને ભાગી ગયા હતા. કાપોદ્રા પોલીસે આ મામલે રૂપિયા 1.96 લાખની ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ચોરોની ટોળકી મંદિરોને ટાર્ગેટ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

● નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published.