Home ગુજરાત તક્ષશિલા અગ્નિકાંડ : 22 માસુમ બાળકોનો હત્યારો બિલ્ડર 9 મહીના બાદ પોલીસની...

તક્ષશિલા અગ્નિકાંડ : 22 માસુમ બાળકોનો હત્યારો બિલ્ડર 9 મહીના બાદ પોલીસની પકડમાં આવ્યો…

895
0
Loading...
આર્ટીકલ શેર કરો:

સુરતમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં 9 પહેલા લાગેલ ભયાનક આગમાં 22 માસુમ બાળકોના મોત થયા હતા જેમાં પોલીસે 13 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જો કે જે કલાસમાં આગ લાગી હતી તેનો માલિક અત્યાર સુધી ફરાર હતો, ત્યારે આ માલિક દિનેશ વેકરિયાને આજરોજ ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીના આધારે ધરપકડ કરી છે.

સુરતમાં આજથી નવ મહિના પહેલા સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષીશલામાં સાંજે આગ લાગી હતી. જેમાં ત્રીજા માળે આવેલા ક્લાસીસમાં બાળકો ફસાઈ ગયા હતા, કેટલાક બાળકો પોતાનો જીવ બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતા, તો કેટલાક લોકો આ બિલ્ડિગમાં ફસાઈ જતા ગુંગળાઈ જતા મોત થયું હતું. આ ઘટનાથી માત્ર સુરત જ નહી પૂરા દેશમાં ભારે ચર્ચા ઉભી થઈ હતી. પોલીસે 22 બાળકોના મોતના પગલે ફરિયાદ નોંધી આ ઘટનાના જવાબદાર લોકો સામે ફીરીયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ફાયરના અધિકારી મનપાના અધિકારી સાથે કલાસીના સંચાલક અને બિલ્ડર સાથે જીઇબીના અધિકારી માંડીને 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ આ ઘટનામાં ગેરકાયદેસર બાંધકામ કરીને કલાસીસને મિલકત ભાડે આપનાર દિનેશ વેકરીયા છેલ્લા નવ મહિનાથી પોલીસ પકડમાં નહી આવીને સતત ભાગતો ફરતો હતો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here