Home Uncategorized અગ્નિકાંડના 30 દિવસ બાદ ફરી ધમધમતું થયું તક્ષશિલા આર્કેડ

અગ્નિકાંડના 30 દિવસ બાદ ફરી ધમધમતું થયું તક્ષશિલા આર્કેડ

393
0
આર્ટીકલ શેર કરો:

સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં જે અગ્નિકાંડ ની ઘટના બની હતી. આગ લાગતા 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાને આજે 30 દિવસ પૂર્ણ થયા છે. 30 દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આજે તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.અને પોતાના વ્યવસાય ચાલુ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આજથી 30 દિવસ પહેલા 24 એપ્રિલના રોજ ક્લાસીસમાં આગ લાગી હતી. નીચે ઉતરવાનો રસ્તો બંધ થતાં ઘણા બાળકો ને નીચે કુદવાનો વખત આવ્યો હતો.ક્લાસીસમા આગ લાગતા 22 માસૂમ બાળકોના મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને ક્લાસીસો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા બિલ્ડર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અગ્નિકાંડમાં પોલીસે અત્યાર સુધી 9 અધિકારીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.

આજે આ ઘટના ને 30 દિવસ પૂર્ણ થયા બાદ તેની તપાસ ના અધિકારી ત્યાં તપાસ કરતા હતા અને હવે ત્યાં ના ઓફિસ અને દુકાન વ્યવસાય ને આજથી ચાલુ કરવાની મંજૂરી આપી હતી.ત્યાંના દુકાન વાળાઓ ઓ એ હવન કરી ને પોતાના કામકાજ ની શરૂઆત કરી હતી.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here