Home ગુજરાત સુરતની વરાછા બેંક “પ્લાસ્ટિક લેસ બેન્કિંગ” સાથે કર્મચારીને ટર્મ ઇન્સ્યોરન્સ આપશે…

સુરતની વરાછા બેંક “પ્લાસ્ટિક લેસ બેન્કિંગ” સાથે કર્મચારીને ટર્મ ઇન્સ્યોરન્સ આપશે…

843
0
આર્ટીકલ શેર કરો:

ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અગ્રેસર અને ઝડપી બેન્કિંગ સેવા માટે જાણીતી વરાછા કો ઓપરેટીવ બેંક સુરતે ૨૪ વર્ષમાં નક્કર અને ઝડપી પ્રગતિ કરી છે. સિલ્વર જ્યુબીલી વર્ષ નિમિતે યોજાયેલ સ્નેહ સૌરભ કાર્યક્રમ સાથે વરાછા બેક સ્ટાફ પરિવાર માટે સામાજિક ઉત્તરદાયિત્વ અને પર્યાવરણ બચાવવાની જાગૃતિ અંગે મહત્વની જાહેરાત કરી છે.

વડાપ્રધાનના પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર બનાવવાની અપીલને ધ્યાને લઈને આજે વરાછા બેંક પ્લાસ્ટિક મુક્ત બેન્કિંગ સેવાનો ખ્યાલ રજુ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા જાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો છે. રવિવારે સ્ટાફ પરિવાર અને અગ્રણીઓની હાજરીમાં કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાના હસ્તે પ્લાસ્ટિક મુક્ત બેન્કિંગ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો છે. બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું છે કે આજથી વરાછા બેંકમાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહિ “ પ્લાસ્ટિક લેસ બેંકીગ ” અંગેનો પ્રથમ ખ્યાલ આપનાર વરાછાબેંકને ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા. જયારે ખાતેદાર પ્લાસ્ટિક બેગ લઈને રોકડનો ઉપાડ કરવા આવશે તો તેની પ્લાસ્ટિક પ્લાસ્ટિક બેગ લઈને તેને બેંગ તરફથી કાપડની બેગ આપવામાં આવશે. કાર્યક્રમમાં હાજર ૫૦૦ સ્ટાફ પરિવારે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવાનો સંકલ્પ લીધો હતો.

સિલ્વર જ્યુબ્લી વર્ષ નિમિતે વરાછા બેંકે તેના સ્ટાફ પરિવારને સુરક્ષા આપવા માટે ખાસ વીમા સુવિધાની જાહેરાત કરવામાં આવી છે . સ્ટાફમિત્રો બેંકની શક્તિ છે. તેમાં કોઈને પણ કઈ થાય તો બેંકને નુકશાન છે. પરંતુ પરિવારને પૂરી ન શકાય તેવી ખોટ પડતી હોય છે . પરિવારની સુરક્ષા માટે કોઈપણ પ્રકારે કોઈ સ્ટાફ મિત્રનું મૃત્યુ થાય તો તેના પરિવારને રૂપિયા ૨૫ લાખ થી ૧ કરોડ રૂપિયાનું વીમા કવચની બેકે જાહેરાત કરી છે. બેન્કના એમડી ભવાનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે સેવક તથા ક્લાર્ક મિત્રો માટે દરેકને રૂપિયા ૨૫ લાખ ઓફિસર કેટેગરી માટે રૂપિયા ૫૦ લાખ અને એજીએમ થી જી. એમ સુધીના ઉચ્ચ અધિકારીને માટે રૂપિયા ૧ કરોડનું વીમા સુરક્ષા કવચ આપવામાં આવશે. વર્તમાન સમયમાં કેન્સર હાર્ટએટેક અને અન્ય જીવલેણ બીમારી કે પછી અકસ્માત કે કોઈપણ પ્રકારે મૃત્યુ થાય તો તેના પરિવારને રૂપિયા ૨૫ લાખથી ૧ કરોડ સુધીની સુરક્ષા વરાછા બેક આપનાર છે. જેનું પ્રીમીયમ પણ વરાછા બેંક પોતે ચૂકવશે. આ પ્રક્રિ સ્ટાફ પરિવારને સુરક્ષા આપવામાં બેન્કિંગ સેક્ટરમાં વરાછા બેંક પ્રથમ છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice …

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here