કેટલીક YouTube ચેનલોનો ઉપયોગ ભારતીય સશસ્ત્ર દળો, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા વિવિધ વિષયો પર નકલી સમાચાર પોસ્ટ કરવા માટે કરવામાં આવ્યો હતો. જે સામગ્રીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો, તેમાં કેટલીક ભારત વિરોધી સામગ્રીનો પણ સમાવેશ થાય છે, જે પાકિસ્તાન દ્વારા સંચાલિત બહુવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી સંકલિત રીતે પોસ્ટ કરવામાં આવી હતી.
એવું જોવામાં આવ્યું હતું કે યુક્રેનની વર્તમાન પરિસ્થિતિને લગતી મોટી માત્રામાં ખોટી સામગ્રી આ ભારતીય યુટ્યુબ આધારિત ચેનલો દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી અને તેનો હેતુ અન્ય દેશો સાથે ભારતના વિદેશી સંબંધોને જોખમમાં નાખવાનો હતો.
બ્લોક્ડ ભારતીય યુટ્યુબ ચેનલો કેટલીક ટીવી ન્યૂઝ ચેનલોના ટેમ્પ્લેટ અને લોગોનો ઉપયોગ કરી રહી હતી, જેમાં તેમના ન્યૂઝ એન્કરની છબીઓ પણ સામેલ છે, જેથી દર્શકોને સમાચાર અધિકૃત હોવાનું માની લેવામાં આવે. સોશિયલ મીડિયા પર કન્ટેન્ટની વાઈરલતા વધારવા માટે વીડિયોના શીર્ષકો અને થંબનેલ્સ વારંવાર બદલવામાં આવતા હતા. કેટલાક કિસ્સાઓમાં, એવું પણ જોવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાંથી વ્યવસ્થિત રીતે ભારત વિરોધી નકલી સમાચાર આવી રહ્યા છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…