Home ગુજરાત જાણો સુરત પાલિકા શુ કરશો તો આપશે વેરા મા રાહત! અને સાથે...

જાણો સુરત પાલિકા શુ કરશો તો આપશે વેરા મા રાહત! અને સાથે મળશે ગ્રીન સોસાયટી ની ઉપાધી

355
0
આર્ટીકલ શેર કરો:

  • સુરત: સુરત મહાનગરપાલિકાએ શહેરનું ગ્રીન કવરેજ વધારવા માટે ખાનગી સોસાયટીઓમાં ઘનિષ્ઠ વનિકરણ પર ભાર મુકવામાં આવ્યો છે. મ્યુ.કમિશનર એમ.થૈનારસને જણાવ્યું હતું કે આગામી થોડા સમયમાં ગ્રીન સોસાયટી ની નવી નીતિ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તે સોસાયટીઓને વિવિધ રાહત આપવામાં આવશે.

મ્યુ.કમિશનરે જણાવ્યું હતું કે ખાનગી સોસાયટીઓ વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરે તે માટે શનિવારે એક મિટિંગ બોલાવવામ આવી છે. પાલિકા દ્વારા તેની જગ્યાઓમાં તો વૃક્ષારોપણ કરવામાં આવે જ છે, પરંતુ વધુને વધુ લોકો આ અભિયાન માં જોડાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ કરશે તેને ગ્રીન સોસાયટી જાહેર કરી વેરામાં રાહત આપવાની વિચારણા કરવામાં આવશે.આ બાબતે નીતિ તૈયાર કરી ચૂંટાયેલી પાંખની મંજૂરી માંગવામાં આવશે.

હાલમાં જ SMC દ્વારા 5મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે મોબાઈલ એપ અને પાલિકાની વેબસાઈટ લિંક લોન્ચ કરી હતી.આ એપના માધ્યમથી 5 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી શહેરીજનોને વિનામૂલ્યે રોપા વિતરણ કરી પ્લાન્ટેશન કરશે. જેમાં અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો અરજી પણ કરી ચુક્યા છે.

પાલિકા કમિશનર એમ.થૈનારસને જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માટે લોકોને જાગૃત કરવા માટે જરૂરી કાર્યવાહી કરબ5 અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here