Home ગુજરાત ‘હેલ્લારો’ ફિલ્મમાં જાતિવિષયક અપમાન: મહિલા કાઉન્સિલરે પોલીસ ફરિયાદ નોંધાવી…

‘હેલ્લારો’ ફિલ્મમાં જાતિવિષયક અપમાન: મહિલા કાઉન્સિલરે પોલીસ ફરિયાદ નોંધાવી…

1006
0
Loading...
આર્ટીકલ શેર કરો:

રિલીઝ પહેલાં જ ચર્ચામાં આવેલી ‘હેલ્લારો’ ફિલ્મમાં જાતિવિષયક અપમાનજનક ડાયલોગ્સ હોવા અંગે મહિલા મ્યુનિસિપલ કાઉન્સિલરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાંકરિયા રોડ ઉપર રહેતા મ્યુનિ. કાઉન્સિલર જમનાબહેન સુરેશભાઈ વેગડાએ ફિલ્મના નિર્માતા, નિર્દેશક, સંવાદલેખક અને એડીટર સામે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મ્યુનિ. કાઉન્સિલર જમનાબહેન વેગડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૧૦ના રોજ પોતે મિત્રો સાથે હાલમાં જ રિલીઝ થયેલી ‘હેલ્લારો’ ફિલ્મ જોવા માટે કાંકરિયા બીગબજાર સામે થિએટરમાં ગયા હતા. ઈન્ટરવલના દસેક મિનિટ પછી એક ઢોલીના દ્રશ્યમાં સમાજની લાગણી દુભાય તે પ્રકારના ડાયલોગ્સ રજૂ કરવામાં આવ્યા છે. આ ફિલ્મથી જાતિની સમાજની લાગણી દુભાઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, સરકારે પ્રતિબંધીત કરેલા શબ્દપ્રયોગ કરી તિરસ્કાર કરી નીચું દેખાડવાના ઈરાદે જાતિનો સન્માન ભંગ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હેલ્લારો ફિલ્મના દિગ્દર્શક અભિષેક શાહ, નિર્માતા આશિષ સી પટેલ, નિરવ સી. પટેલ, આયુષ પટેલ, મીત જાની, પ્રતિક ગુપ્તા, અભિષેક શાહ, સંવાદ લખનાર સૌમ્ય જોષી તથા એડીટર પ્રતિક ગુપ્તા અને અભિષેક શાહ વિરૂદ્ધ કાગડાપીઠ પોલીસે એટ્રોસિટી એખ્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here