Home મનોરંજન તારક મહેતા શૉ ના દયાભાભીને લઇને રોશનભાભીએ કર્યો મોટો ખુલાસો..!! જાણો અહીં..

તારક મહેતા શૉ ના દયાભાભીને લઇને રોશનભાભીએ કર્યો મોટો ખુલાસો..!! જાણો અહીં..

3550
0
Loading...
આર્ટીકલ શેર કરો:

તારક મહેતા કા ઉલટા ચશ્માં ટીવી શોમાં ગરબા ક્વીન તરીકે ઓળખાતી દયાભાભી શોમાં પરત ફરવાની વાત સાંભળીને તેમના ફેન્સમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ દિશા વાકાણી શોમાં પરતા ફરશે તે બાબતે કોઈ ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી નથી. જેની માહિતી શોમાં રોશનભાભીનો રોલ કરી રહેલા જેનીફર મિસ્ત્રીએ આપી હતી.

જેનીફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, દિશા વાકાણીના પરત આવવાના સમાચાર સાંભળીને બધા ખૂશ છીએ. અમે ઘણા સમયથી આ વાત સાંભળી રહ્યા છીએ પરંતુ તે પરત આવવાના છે, તેની કોઈ પણ ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તે શોમાં પરત આવે છે, તો તેની સૌથી વધારે ખૂશી મને થશે. દયાભાભીનું કમબેક શો માટે જ નહીં પણ તેમના માટે પણ ફાયદાકારક રહેશે કારણ કે, તે ટેલેન્ટેડ એક્ટ્રેસ છે.

જેનીફર મિસ્ત્રીએ દયાભાભી એટલે કે, દિશા વાકાણીના સ્વભાવ વિષે જણાવતા કહ્યું હતું કે, તેનો સ્વભાવ મળતાવડો છે. તે સેટ પર જરા પણ નખરા નથી કરતી. તે હંમેશા શાંત અને ખૂશ હોય છે. તે ટીવીનો ખૂબ જાણીતો ચહેરો હોવા છતાં પણ તે ખૂબ ડાઉન ટુ અર્થ છે. જો મારી પોપ્યુલારિટી 5% પણ હોત, તો હું સાતમાં આસમાને પહોંચી ગઈ હોત. હું તેને ગુસ્સો કરવા બાબતે પૂછું ત્યારે તે કહે છે કે, શા માટે ગુસ્સો કરવો આપણે જતું કરતા શીખવું જોઈએ.

જેનીફર મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે રીલ લાઈફ અને રીયલ લાઈફના પાડોશી છીએ. પવઈમાં અમારું ઘર એકબીજાના પડોશમાં આવેલુ છે. અમારી વચ્ચે રૂબરૂ મુલાકાત ખૂબ ઓછી થાય છે. પરંતુ અમે તહેવારોમાં એક બીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. આ ઉપરાંત ફોન અને મેસેજથી એક બીજા સાથે વાતચીત કરીએ છીંએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here