Home ગુજરાત કોરોના વાયરસ ને કારણે રાજ્યસભા ની ચુંટણી સ્થગિત. જાણો પછી ક્યારે થશે...

કોરોના વાયરસ ને કારણે રાજ્યસભા ની ચુંટણી સ્થગિત. જાણો પછી ક્યારે થશે ચૂંટણી….

370
0
આર્ટીકલ શેર કરો:

કોરોના વાયરસ ના કારણે આગામી રાજ્યસભા ચૂંટણી પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ જાણકારી મંગળવારે ચૂંટણી પંચ એ આપી. નોંધનીય છે કે, આગામી 26 માર્ચે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન થવાનું હતું.

જેમા 7 રાજ્યોની 18 રાજ્યસભા સીટો માટે થનારા મતદાનમાં બીજેપી અને કૉંગ્રેસ વચ્ચે કેટલીક સીટો પર જોરદાર ટક્કરનો દાવો કરવામાં આવી રહ્યો હતો. ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, મેઘાલય, આંધ્ર પ્રદેશ અને ઝારખંડની રાજ્યસભા સીટો માટે મતદાન થવાનું હતું.

ચૂંટણી પંચ તરફથી જાહેર એક પ્રેસ નોટ અનુસાર આ સીટો પર મતદાન માટે નવી તારીખોની જાહેરાત બાદમાં કરવામાં આવશે. પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા આ નિર્ણય જનપ્રતિનિધિત્વ અધિકાર  અધિનિયમ 1951ની કલમ 153 હેઠળ લેવામાં આવ્યો છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નોંધનીય છે કે,55 સીટો પર ચૂંટણી થવાની હતી. જોકે, 37 સીટો પર નિર્વિરોધ ચૂંટણીના કારણે ત્યાંના રિટર્નિંગ અધિકારીઓએ તેમને પ્રમાણ પત્ર આપી દીધા હતા. એવામાં માત્ર 18 સીટો પર મતદાન બાકી હતું જે આગામી 26 માર્ચે થવાનું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsappફેસબુકટેલિગ્રામટ્વિટર,  ઇન્સ્ટાગ્રામઅને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here