Home ગુજરાત સુરતમાં દિવાળીના તહેવાર વચ્ચે ધોધમાર વરસાદ શરૂ! જુઓ વીડિયો..

સુરતમાં દિવાળીના તહેવાર વચ્ચે ધોધમાર વરસાદ શરૂ! જુઓ વીડિયો..

2905
0
Loading...
આર્ટીકલ શેર કરો:

સુરતમાં આજે મેઘરાજાએ દિવાળી હોવા છતાં ધમાકેદાર ઇનીંગ રમી છે. શહેરમાં મેઘરાજાની મહેરથી સતત છેલ્લા 5 મહિનાથી વરસાદ પડી રહ્યો છે. સુરતનો વરાછા વિસ્તાર સિવિલ વિસ્તાર, રીંગરોડ, કતારગામ, અડાજણ તથા અન્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. છેલ્લા 1 કલાકથી સુરતમાં સતત સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે.

સુરતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચોમાસાએ વિદાય લીધા બાદ પણ સુરતમાં હજુ વરસાદ વરસી રહ્યો છે. ક્યાર વાવાઝોડાની અસરથી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે પ્રમાણે સુરતમાં વરસાદ વરસ્યો છે. દિવાળીના દિવસે જ વરસાદ વરસતાં લોકોના ઉત્સાહ પર જાણે પાણી ફરી વળ્યું છે.

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી..

ક્યાર’ વાવાઝોડાના કારણે આણંદ, અમદાવાદ, દીવ, ગીર સોમનાથ, સુરત, વલસાડમાં વરસાદી છાંટા જોવા મળ્યાં હતાં. આગામી સમયમાં પણ રાજ્યમાં ઠેક-ઠેકાણે કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. પવનની ગતી વધીને 160 કિલોમીટરે પહોંચવાનુ અનુમાન છે.

મહત્ત્વપૂર્ણ છે કે, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ જિલ્લમામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice …

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here