Home ગુજરાત પોલીસે યુવાનોને ઘરે જવાનું કહેતા પોલીસ પર કર્યો પથ્થરમારો…

પોલીસે યુવાનોને ઘરે જવાનું કહેતા પોલીસ પર કર્યો પથ્થરમારો…

320
0
આર્ટીકલ શેર કરો:

ભારત પર કોરોના વાયરસના સંક્રમણના વાયરસનો ભય ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસની એક ચેન તોડવા માટે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોક જાહેર કર્યું છે.

જોકે લોકડાઉન હોવા છતાં શહેરમાં અનેક નાગરીકો એવા છે કે જે બિનજરૂરી બહાર નીકળી રહ્યા છે. જ્યારે પોલીસ તેઓને ઘરે જવા માટે સમજાવે છે ત્યારે તેઓ ઘર્ષણ પર ઉતરી આવે છે.

અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા સૂર્ય સથવારાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, ૨૫ માર્ચે રાહત સર્કલ પાસે એવો ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા હતા તે દરમિયાન સાંજના લગભગ પાંચ વાગ્યાની આસપાસ ડામર વાળી ચાલી પાસે ત્રણ યુવાનો જોરજોરથી બૂમો પાડતા હતા. એટલે સુરેશભાઈએ તેઓને બુમો ના પાડવાનું જણાવી અને લોકડાઉન હોવાથી ઘરમાં જતા રહેવા માટે કહ્યું હતું.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

જોકે આ યુવાનોએ તરત જ સુરેશભાઈ પર છુટા પથ્થર મારવાની શરૂ કરી દીધું હતું. અને ફરિયાદી ને બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા. જોકે ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પીસીઆર વાન ત્યાં આવી પહોંચી હતી, પરંતુ તોફાની યુવાનો ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસે આ ત્રણેય યુવાનો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsappફેસબુકટેલિગ્રામટ્વિટર,  ઇન્સ્ટાગ્રામઅને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here