Home ગુજરાત સુરતના આ વિદ્યાર્થીને પોલીસની ધમકી: દર્શના જરદોશ વિશે ટિપ્પણી કરી તો ગંભીર...

સુરતના આ વિદ્યાર્થીને પોલીસની ધમકી: દર્શના જરદોશ વિશે ટિપ્પણી કરી તો ગંભીર ગુનામાં ફસાવી દઈશું

1369
0
Loading...
આર્ટીકલ શેર કરો:

બંધારણ આર્ટિકલ ૧૯ : સ્વતંત્રતાનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ

સ્વતંત્રતાનો અધિકાર ભારતના બંધારણ મુજબ નાગરિકોને ૬ મૂળભૂત અધિકારોની બાંયધરી આપે છે. એમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મુખ્ય છે.

જાગૃત જનતા સાચું બોલી રાજકારણીઓની પોલ ખોલતા હોય છે. શિયાળુ સત્ર દરમિયાન રાહુલ ગાંધીના “ભારત બળાત્કારનો દેશ તરીકે ઓળખાય છે” એવા નિવેદન બાદ ભાજપના મહિલા સાંસદોએ ભેગા થઈને રાહુલ ગાંધી વિરુદ્ધ સાંસદમાં આવાજ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદન પર વિરોધ કરવા ઉતરેલા મહિલા સાંસદોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી.

આ મુદ્દાને લઇને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ પણ વિરોધમાં જોડાયા હતા, સાંસદની આ અંગેનો ફોટો વંદન ભાદાણી દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરીને કટાક્ષમાં કમેન્ટ કરવામાં આવી હતી…

“આ અમારા સુરતના સાંસદ શ્રી Darshana Jardosh, એ આજે બળાત્કાર મુદ્દે રાહુલના નિવેદનનો વિરોધ ઉભા થઈને કર્યો. પણ આ માનનીય જાણતા નથી કે તેમનું મતક્ષેત્ર સુરત ગુજરાતનું સૌથી વધુ બળાત્કારની ઘટનાઓ વાળું શહેર છે. #બેશરમ ”

Photo Credit:TOI

આ બાબતે વંદન ભાદાણી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, “મારી ફેસબૂક વોલ પરના પોસ્ટમાં કોઈ વાંધાજનક શબ્દ કે કોમેન્ટ ન લખેલ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને સત્ય બોલતા યુવાનોને દબાવવાની કોશિશ સાંસદ કરી રહ્યા છે. અને પોલીસ પણ તેમના ઈશારે દબાણવશ થઈને યુવાનોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોલાવીને માફીપત્ર લખો નહિતર ફસાવી દઈશું તેમ ચીમકી આપી રહ્યા છે.”
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...