Home ગુજરાત PM મોદી એ ઓપનિંગ કરેલ રો-રો ફેરી હવે સરકારને નહી પોષાય, રોજ...

PM મોદી એ ઓપનિંગ કરેલ રો-રો ફેરી હવે સરકારને નહી પોષાય, રોજ થઈ રહ્યું છે આટલા લાખનું નુકસાન… જાણો અહીં…

1584
0
Loading...
આર્ટીકલ શેર કરો:

દહેજ-ઘોઘા રો રો ફેરી સર્વિસ સફેદ હાથી બનતા ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ કેન્દ્રના ખાતામાં પધરાવવા માટેના પ્રયાસ શરું કર્યા. મહત્વનું છે કે આ સર્વિસ શરુ થવાના સમયે જ દહેજને લોકેશન તરીકે પસંદ કરવામાં આવતા સવાલ ઉભા થયા હતા. રો રો ફેરી માટે જોઈતી કુદરતી વ્યવસ્થા અહીં ન હોવાથી ટેક્નિકલ ઇશ્યુના કારણે રો-રો ફેરી છેલ્લા 5 મહિનાથી બંધ પડી છે. ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારે અનેકવાર ઘોઘા-દહેજ રો રો ફેરી પ્રોજેક્ટને રાજ્યના મેરિટાઈમ બોર્ડ પાસેથી કેન્દ્રને લેવા માટે જણાવ્યું છે.

આ રોરો ફેરી બંધ હોવાથી પ્રતિ દિવસ તેને રુ. 17 લાખનું નુકસાન થઈ રહ્યું છે. રુપિયા 615 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ રોરો ફેરી પ્રોજેક્ટને ઓક્ટોબર 2017માં વડાપ્રધાન મોદી દ્વારા શરુ કરવામાં આવ્યો હતો. ઘોઘા-દહેજ પ્રોજેક્ટના કારણે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાત વચ્ચે 360 કિમીનું અંતર અને 8 કલાક બચે છે. પરંતુ રો-રો ફેરી છેલ્લા 5 મહિનાથી બંધ પડી છે. દરિયામાં કાદવ જામી જવાથી તેના ડ્રેજિંગ માટે પાંચ વર્ષ માટે રુ. 500 કરોડ ખર્ચ થવાનો અંદાજ કરવામાં આવ્યો છે.

દહેજ ખાતે દરિયામાં કાદવ જામી જવાથી તેના ડ્રેજિંગ માટે પાંચ વર્ષ માટે રુ. 500 કરોડ ખર્ચ થવાનો અંદાજ કરવામાં આવ્યો છે. જેના કારણે પ્રોજેક્ટ સફેદ હાથી જેવો બની ગયો છે. જ્યારે આ કારણે ફેરી સર્વિસ બંધ હોવાથી તેના ઓપરેટર ચેતન કોન્ટ્રાક્ટર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંપર્ક સાધી કહેવામાં આવ્યું છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here