Home ગુજરાત પાટીદારો પર લાઠીઓ વરસાવવાના આદેશ ના આરોપ લાગ્યા તે Dy.Sp ફસાયા! જાણો...

પાટીદારો પર લાઠીઓ વરસાવવાના આદેશ ના આરોપ લાગ્યા તે Dy.Sp ફસાયા! જાણો વિગતો!

1551
0
Loading...
આર્ટીકલ શેર કરો:

અમદાવાદ એસીબીની ટીમે ડીવાયએસપી સહિત એક પોલીસ કોન્સ્ટેબલને 8 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. મહત્વનું છે, કે રાજકોટના આવરાક રેસ્ટોરન્ટ પાસે જાહેર જગ્યા પર લાંચ લેતા Dy.S.P જે. એમ. ભરવાડને અમદાવાદ એસીબીની ટીમે ઝડપી લીધા છે.

હથિયારના ગુનામાં પકડાયેલ આરોપીને માર નહી મારવા તથા વિશેષ પુછપરછ નહી કરવા માટે પ્રથમ ૧૦ લાખ અને ત્યારબાદ ૮ લાખમાં સેટલમેન્ટ કરી જેતપુરના ડીવાયએસપી જે.એમ. ભરવાડ વતી રૂ. ૮ લાખની લાંચ લેવાના આરોપસર જેતપુર સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદભાઇ સોનારા અમદાવાદ એસીબીના પીઆઇ વી.એ. દેસાઇના હાથે ઝડપાયા છે. આરોપી લાંચ આપવા માંગતા ન હોય એસીબીમાં થયેલી ફરિયાદ સંદર્ભે એસીબી અમદાવાદના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણના સુપરવિઝનમાં આ છટકુ ગોઠવાયું હતુ.

એસીબી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી પાસે જેતપુર ડીવાયએસપી જે. એમ. ભરવાડના નામે લાંચની માંગણી કરેલ ફરીયાદીએ લાંચ આપવાનો વાયદો કર્યા બાદ એસીબીનો સંપર્ક સાધી આરોપી પોલીસમેન વિશાલ ગોવિંદભાઇ સોનારાએ ડીવાયએસપી જેતપુર વતી રૂ. ૮ લાખની લાંચ માંગ્યાની ફરીયાદ કરી હતી.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

એસીબી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસમેને લાંચ સ્વીકારતા સમયે આરોપી નં.૧ અર્થાત જેતપુર ડીવાયએસપી સાથે ફોનમાં વાત કરી લાંચની રકમ મળી ગયાનું જણાવતા આરોપી નં.ર ના એ સંમતિ આપી હતી આમ બન્નેએ એકબીજાની મદદગારીથી ગુનો કર્યા બાબતની એસીબીએ ફરીયાદ દાખલ કરી છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી લાંચના છટકામાં ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. આમ એસીબી વડા કેશવકુમાર પોલીસ તંત્ર સામેની ફરીયાદ સમયે પણ બેધડક કાર્યવાહી કરવા આપેલ આદેશનો વધુ એક વખત ચુસ્તતાથી અમલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here