Home વર્લ્ડ કનિકા કપુર અને પ્રિન્સ ચાર્લ્સ ની જૂની તસવીરો થઈ વાયરલ.

કનિકા કપુર અને પ્રિન્સ ચાર્લ્સ ની જૂની તસવીરો થઈ વાયરલ.

1692
0
આર્ટીકલ શેર કરો:

બોલિવૂડ સિંગર કનિકા કપૂર અને પ્રિન્સ ચાર્લ્સ ની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરને કોરોના વાયરસના ત્રણ ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. અને તે પછી તેણે ઇન્સ્ટા પર પોતાને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો તે પોસ્ટ પણ ડિલિટ કરી દીધી છે.

બીજી તરફ બ્રિટનના ભાવિ રાજા મનાતા પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. હાલ તેમને સોક્ટલેન્ડ ખાતેના તેમના ઘર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ બે ખબરની વચ્ચે સોશિયલ મીડિયામાં કનિકા કપૂર અને પ્રિન્સ ચાલ્સની જૂની તસવીરો વાયરલ થઇ રહી છે.

તેમાં લોકો અલગ અલગ પ્રકારની રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે કે કોણે કોને કોરોના આપ્યો કે પછી શું કનિકાએ પ્રિન્સ ચાર્લ્સ સાથે પણ પાર્ટી કરી હતી કે કેમ? તમે જ વાંચી લો લોકો પ્રિન્સ ચાલ્સ અને કનિકા કપૂરની આ જૂની તસવીરો વિષે શું શું કહી રહ્યા છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

તો બીજી તરફ લખનઉમાં સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે કનિકા કપૂર પણ કોરોના માટે સારવાર લઇ રહી છે. તે 9 માર્ચના રોજ લંડનથી લખનઉ પોતાના માતા પિતાને મળવા આવી હતી. અને અહીં તે કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ વિવાદ પણ ઊભો થયો હતો કે કનિકા કોરોના હોવા છતાં પાર્ટી કરી હતી. જો કે તેમની પર આ માટે કરીને જ એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી છે. અને અત્યાર સુધી તેમણે કોરોનાના ત્રણ વાર ટેસ્ટ કરાવ્યા છે જે તમામમાં તે સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsappફેસબુકટેલિગ્રામટ્વિટર,  ઇન્સ્ટાગ્રામઅને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here