Home ગુજરાત ડેન્ગ્યુ તાવ થી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાંઓ

ડેન્ગ્યુ તાવ થી ડરવાની જરૂર નથી! જાણો અહીં અમુક સાવચેતીરૂપી પગલાંઓ

2862
0
Loading...
આર્ટીકલ શેર કરો:

ડો. પૂર્વેશ ઢાકેચા (ઇન્ડિયા હેલ્થલાઇન)

ગુજરાત અને દેશમાં બીજા પ્રદેશમાં આજે ડેન્ગ્યુ એક ભયંકર રીતે પ્રસરી રહ્યો છે. અને કેસોની સંખ્યા વધતી જાય છે. ત્યારે એક સામાન્ય માણસે આ બીમારી વિશે સાચી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.જ્યારે જાણકારીના અભાવને કારણે આપણે ક્યારેક અમુક ડોક્ટર ખોટા રિપોર્ટ કરાવીને દર્દીને લૂંટે છે અને દર્દીના નાણાં અને સમય બંનેનો વ્યય થાય છે. માટે ડેન્ગ્યુ વિશે થોડી જાણકારી મેળવીએ અને સમાજમાં આ બાબતે જાગૃતિ ફેલાવીએ.

(1) શુ ડેન્ગ્યુ ચેપી બીમારી છે?

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

ના, ડેન્ગ્યુ એ મેલેરિયા ની જેમજ મચ્છર કરડવાથી ડેન્ગ્યુમાં વાઈરસના ટ્રાન્સમિશન થી માણસના શરીરમાં ફેલાય છે.

(2) ડેન્ગ્યુના મચ્છર ક્યારે અને ક્યાં કરડે?

એડિસ મચ્છર મોટાભાગે દિવસના સમયમાં અને હાથની કોણી અને પગના ઘુંટણ ના નીચેના ભાગે કરડે છે.

મચ્છર ન કરડે તે માટે શું કરી શકાય? આખી બાંયના અને શરીર પૂરેપૂરું ઢંકાય એવાં કપડાં પહેરો. તેમ જ, મચ્છર કરડે નહિ એવી ક્રીમ શરીર પર લગાવો. ખરું કે મચ્છરો દિવસનાં કોઈ પણ સમયે કરડે એવી શક્યતા રહેલી છે. પણ ખાસ કરીને સૂર્ય ઉગતા પહેલાં બે કલાક અને આથમ્યા પછી બે કલાક કરડવાની શક્યતા વધારે રહેલી છે. તેમ જ મચ્છર દૂર રાખવા મચ્છરદાની પર દવા છાંટીને સુવાથી વધારે રક્ષણ મળે છે.

(3) ડેન્ગ્યુના મચ્છર ક્યાં પ્રકારના વાતાવરણમાં અને પાણીમાં જોવા મળે?

એડિસ મચ્છર નું બ્રિડિંગ માટેનો સારો સમય ભારત દેશમાં ઓગસ્ટથી ઓક્ટો-નવે. સુધીનો છે. શિયાળામાં 16° તાપમાનથી નીચેના તાપમાને તેનું બ્રિડિંગ થતું નથી.

(4) તાવના લક્ષણો ડેન્ગ્યુના છે એ કેવી રીતે જાણી શકાય?

સામાન્ય રીતે મચ્છર કરડ્યા પછી 4 થી 15 દિવસમાં આ બીમારીના લક્ષણો દેખાય છે.

– તાવ આવવો (જે સામાન્ય પેરાસીટેમોલ ની દવાથી કંટ્રોલમાં ના આવે)

– શરીર દુખવા, મસલ્સ દુખવા, સખન માથાનો દુખાવો થવો

– શરીર પર લાલાશ પડતા ચામઠા નીકળવા – જે જે ફોલ્લીઓ હોતી નથી.

– સામાન્ય રીતે પ્રથમ ચાર-છ દિવસ તાવ રહે છે.

– તાવના છેલ્લા સ્પાઈક પછીના 48 કલાક ડેન્ગ્યુના પ્લાઝમા લિકેઝ થાય છે. આ સમયમાં ખૂબ જ સાવચેત રહેવાનું હોઈ છે.

– 7-10 દિવસ એ બિમારીમાં સારો થવાનો સમય છે.

– આમ ડેન્ગ્યુ એ 10 દિવસની બીમારી છે. પરંતુ કેટલીક વાર લાંબો સમય પણ લઈ લે છે.

આજની તારીખમાં પણ ડેન્ગ્યુ માટે અસરકારક દવા ડૉક્ટરો શોધી શક્યા નથી. તેમ છતાં, મોટે ભાગે ઘરે પૂરતો આરામ લેવાથી અને પૂરતું પ્રવાહી પીવાથી સારું થઈ જાય છે. તોપણ બરાબર ધ્યાન રાખવું જોઈએ જેથી ડેન્ગ્યુના દર્દીને હેમોરેજિક ફીવર અથવા શોક સિન્ડ્રોમ ન થાય. કોઈ વાર દર્દીને તાવ ઊતર્યા પછી પણ એનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. એ કઈ રીતે પારખી શકાય? પેટમાં સખત દુઃખાવો થાય, વારંવાર ઉલટી આવે, નાક-પેઢાંમાંથી લોહી નીકળે, સંડાસ કાળું આવે અને ચામડીમાં લાલ-જાંબલી રંગના ફોલ્લા થાય. એ ઉપરાંત ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં આવું થઈ શકે છે: બેચેની લાગે, વધારે પડતી તરસ લાગે, ચામડી ફિક્કી અને શરીર ઠંડું પડી જાય. તેમ જ, બ્લડ પ્રેશર ઓછું થઈ જાય.

(5) ડેન્ગ્યુ ની મુખ્ય સારવાર ?

ડેન્ગ્યુ વાયરસની સામે રક્ષણ આપતી સ્વાઈન ફ્લૂની જેમ કાઈ દવા નથી. પરંતુ તેમાં શરીરમાં બીપી, પ્રવાહીનું પ્રમાણ અને તાવનું નિયંત્રણ બધાને નોર્મલ રાખવા માટે ની સારવાર કરવામાં આવે છે.

– મુખ્યત્વે તેમાં પ્રવાહીના નોર્મલ સલાઈન, આર.એલ. જેવા મેડિકલ પ્રવાહી આપવામાં આવે છે.

– જો પેશન્ટ ની સ્થિતિ સારી હોઈ તો ઘરે જ ORS નું પાણી, લીંબુ સરબત, છાશ, દહીં, વગેરે ૩-૪ લીટર જેટલું રોજ આપવું જોઈએ,

– રોજ દિવસમાં એક વાર ડોક્ટર ની સલાહ મુજબ ચેક-અપ કરવું જોઈએ.

– તમારા ડોકટરે જણાવેલ ગંભીર ચિન્હો પ્રત્યે સાવચેત રહેવું જોઈએ, અને સમયસર સારવાર લેવી જોઈએ.

(6) ડેન્ગ્યુ સામે કોઈ રસી ખરી?

ના, આપને જણાવી દઇએ કે, ડેન્ગ્યુ માટેની કોઈ રસી નથી. ડેન્ગ્યુ માટેની સાવધાની એ જ છે કે આવા વાયરસ ફેલાવતા મચ્છરોનો નાશ કરવો. આરોગ્યશાસ્ત્ર મુજબ અને સ્વચ્છતા એ જ સાવધાની છે. ગંદકીવાળા એરિયાથી દૂર રહો. પ્રવાહી ધરાવતા દરેક પ્રકારના વાસણો જેવા કે પાણીના ડ્રમ, ફૂલ-છોડના ક્યારા કે પ્રાણીઓ માટેના પાણીના વાસણોમાં બહુ સમય સુધી પાણી રાખી ન મુકો. જો તમારા એરિયામાં મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય તો આખી બાયના કપડા પહેરો, લીમડાનો ધુમાડો કરો અને મચ્છરોથી તમામ પ્રકારની સુરક્ષા થાય તેવા તમામ પગલા લેવા જોઈએ.

(7) પપૈયાના પાન, કીવી, ડ્રેગન ફ્રૂટ, થી ડેન્ગ્યુ સારું કરી શકાય?

આ બધી ખોટી માન્યતા છે, આવી કોઈ વૈજ્ઞાનિક ઢબે સાબિતી થઇ નથી. કેટલીક કંપનીઓ આવી કેપ્સલું વેચે છે, પરંતુ કાચો રસ કે આવી દવાઓનો કાંઈ રોલ નથી. આવી ભ્રામક વૉટ્સઅપ મેસેજ અને સોસીઅલ મીડિયાથી ઘણા દર્દીઓ ડોક્ટર પાસે ન જતા ક્યારેક બીમારી ગંભીર બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice …

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here