Home વર્લ્ડ ન્યૂયોર્કના લોકો ગાયને ભેટવાના 1 કલાકના 5,200 રૂપિયા આપે છે! જાણો ફાયદાઓ…

ન્યૂયોર્કના લોકો ગાયને ભેટવાના 1 કલાકના 5,200 રૂપિયા આપે છે! જાણો ફાયદાઓ…

366
0
આર્ટીકલ શેર કરો:

યુરોપના દેશોમાં ગાયને ભેટવાના એટલે કે ‘કાઉ
કડલિંગ’ સેશન ઘણા ફેમસ છે. આ સેશન હવે
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ શરુ થઈ ગયા છે. કસ્ટમરે આ સેશનમાં એક કલાકના 75 ડોલર એટલે કે 5,200 રૂપિયા ચૂકવવાના હોય છે. આ સેશનમાં વ્યક્તિ ગાય સાથે શાંત વાતાવરણમાં રહી શકે છે અને પોતાની
ચિંતા દૂર કરી શકે છે. ન્યૂયોર્કમાં 33 એકરમાં ફેલાયેલા માઉન્ટન ફાર્મ હાઉસમાં આ સુવિધા શરુ કરાઇ છે. છેલ્લા 9 વર્ષથી આ ફાર્મમાં હોર્સ કડલિંગ સેશન ચાલી રહ્યા હતા, જ્યાં હવે કાઉ કડલિંગ સેશન પણ શરુ થયા છે.

ફાર્મની માલિક સુઝેન વુલર્સ મૂળ નેધરલેન્ડની છે. તે અને તેનો પતિ ન્યૂયોર્કમાં ફાર્મચલાવે છે. ગાય સાથે સમય ગાળવાથી થતા ફાયદા જાણીને તે નેધરલેન્ડથી બે ગાય પોતાના ફાર્મમાં લાવી અને ન્યૂયોર્ક સ્થિત ફાર્મમાં તેણે હાલ કાઉ કડલિંગ સેશન ચાલુ કર્યા છે.

  • ગાયને ભેટવાથી થતા ફાયદા…

સુઝેને કહ્યું કે, ગાયનો શાંત વ્યવહાર લોકોને શાંતિનો અનુભવ કરાવે છે. શાંતિના માહોલમાં ગાયને વહાલ કરવાથી અને તેના હૃદયના ધબકારા સાંભળવાથી તમે તમારી દરેક મુશ્કેલી ભૂલી જશો. અમારા ફાર્મમાં દિવસમાં બે વખત કાઉ કડલિંગના સેશન થાય છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here