Home ભારત મહારાષ્ટ્રના ભાજપના મુખ્યંત્રી દેવેન્દ્ર ફડણવીસ ડિફોલ્ટર જાહેર..

મહારાષ્ટ્રના ભાજપના મુખ્યંત્રી દેવેન્દ્ર ફડણવીસ ડિફોલ્ટર જાહેર..

277
0
આર્ટીકલ શેર કરો:

મુખ્યમંત્રી ફડણવીસ પાસે બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના બીલ પેટે 7 લાખ રૂપિયા લેવાના બાકી. મહારાષ્ટ્રની ભાજપ સરકારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ પાણીના બાકી બીલ મામલે ડિફોલ્ટર જાહેર કરી દીધા છે. બીએમસી દ્વારા જાહેર કરાયું છે કે મુખ્યમંત્રી ફડણવીસના આવાસ વર્ષા પર 7 લાખ 44 હજાર 981 રૂપિયાનું પાણીનું બીલ બાકી છે. હવે જ્યારે બીએમસીએ તેમને ડિફોલ્ટર જાહેર કર્યા છે.

 

બીએમસી દ્વારા બહાર પડાયેલી ડિફોલ્ટરની યાદીમાં સીએમ ફડણવીસ ઉપરાંત ઘણાં મંત્રીઓના પણ નામ સામેલ છે. ફડણવીસના સરકારી આવાસનુ નામ વર્ષા છે અને તેને જ બીએમસીએ ડિફોલ્ટર જાહેર કર્યું છે. અહેવાલ અનુસાર આ કિસ્સો એક આરટીઆઇ દ્વારા સામે આવ્યો છે. આરટીઆઇના માધ્યમથી એવી માહિતી માગવામાં આવી હતી કે સીએમના સરકારી આવાસનું પાણીનું કેટલું બીલ બાકી છે. તેના જવાબમાં જ આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

બીએમસીના રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ મળીને તેમની પાસેથી નગરપાલિકાના રૂ. 8 કરોડથી પણ વધુ રૂપિયા લેવાના નીકળે છે. આ રિપોર્ટ અનુસાર બીએમસીની યાદીમાં પંકજા મુંડે, એકનાથ શિંદે, સુધીર મનગંટીવાર, વિનોદ તાવડે જેવા મોટા નેતાઓના નામ પણ છે. એ ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે તેમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

આ અહેવાલ એ દર્શાવે છે કે જે મુખ્યમંત્રી અંગે પ્રમાણિકતાનું ગાણું ગવાતું રહ્યું છે અને સાફ ઇમેજની વાતો થઇ રહી છે, તે મુખ્યંમંત્રીનો પગ કુંડાળમાં પડેલો જ છે, હવે જ્યારે તેમનું નામ બીએમસીની ડિફોલ્ટરની યાદીમાં સામેલ છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી દ્વારા કે ભાજપ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.

એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર અને રાજ્ય ભાજપના નેતાઓ આ મામલે અંદરખાને ગોઠવણ કરવામાં મંડી પડ્યા છે અને આગામી દિવસોમાં એવું જાહેર પણ થઇ જાય કે મુખ્યમંત્રી આવાસનું બીલ તો ઘણાં સમયથી ભરાઇ ગયું હતું અને બીએમસીના ડિફોલ્ટરની યાદીમાં તેમનું નામ તો ભુલથી સામેલ થઇ ગયું હતું.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here