Home ભારત મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન લાગી શકે??, દેવેન્દ્ર ફડણવીસ આજે આપી શકે છે રાજીનામું…

મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિ શાસન લાગી શકે??, દેવેન્દ્ર ફડણવીસ આજે આપી શકે છે રાજીનામું…

1097
0
Loading...
આર્ટીકલ શેર કરો:

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે છેલ્લા અનેક દિવસોથી ખેંચતાણ ચાલી રહી છે. સૌથી મોટી પાર્ટી ભાજપ સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ એવી બની ચૂકી છે કે, હવે પાર્ટીઓને પોતાના ધારાસભ્યો વેચાઈ ના જાય તેની ચિંતા સતાવી રહી છે. ધારાસભ્યો તૂટવાના ડરને કારણે રાજ્યમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ચૂક્યું છે. બીજી તરફ આજે સાંજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પોતાનું રાજીનામું આપી શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાણ 9 નવેમ્બરે સમાપ્ત થવા જઈ રહ્યો છે. એવામાં હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ શુક્રવારે જ પોતાનું રાજીનામું આપી શકે છે. જો એક દિવસમાં મહારાષ્ટ્રમાં કોઈ મોટો નિર્ણય નહી લેવામાં આવે, તો અહીં રાષ્ટ્રપતિ શાસનનું જોખમ વધી જશે.

એક તરફ શિવસેનાએ પોતાના ધારાસભ્યોને હોટલમાં રાખ્યા હોવાની વાત સામે આવી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાજપના કેટલાક નેતા તેમના ધારાસભ્યોનો સતત સંપર્ક કરી રહ્યા છે. જે બાદ હવે કોંગ્રેસે પણ તમામ ધારાસભ્યોએ એક સાથે રાખવાનો નિર્ણય લઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુર શિફ્ટ કરી શકે છે.


જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here