Home લાઈફસટાઇલ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં કરીનાએ પહેરેલા ચોકરની કિંમત જાણી ને ચોંકી જશો!

‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં કરીનાએ પહેરેલા ચોકરની કિંમત જાણી ને ચોંકી જશો!

354
0
Loading...
આર્ટીકલ શેર કરો:

કરીના કપૂર પોતાના મોંઘા શોખને કારણે ચર્ચામાં છે. હાલમાં જ કરીના કપૂર ટીવી રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ના સેટ પર આવી હતી. આ શોથી કરીનાએ ટીવીમાં ડેબ્યૂ કર્યું છે. શોમાં કરીનાએ ગળામાં સ્નેક ડિઝાઈનનો ચોકર સેટ પહેર્યો હતો, જેની કિંમતમાં વ્યક્તિ લક્ઝૂરિયસ કાર ખરીદી શકે તેમ છે. શોમાં પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ ‘સ્કાય ઈઝ પિંક’ના પ્રમોશન માટે આવી હતી.

કરીના કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે પિંક રંગનું ઓફ-શોલ્ડર ડિઝાઈનર ગાઉન પહેર્યું હતું. આ ગાઉન કુવૈતી ડિઝાઈનર યુસેફ અલ જાસ્મીએ ડિઝાઈન કર્યું હતું. આ ગાઉનની સાથે કરીનાએ બલગરી બ્રાન્ડનો સ્નેક ડિઝાઈનનો ડાયમંડ ચોકર કૅરી કર્યો હતો. આ ચોકરની કિંમત 38 લાખ રૂપિયા હતી. આટલી કિંમતમાં તો માણસ આરામથી લક્ઝૂરિયસ કાર ખરીદી શકે છે.

બ્લેક રંગનો બોહો ડ્રેસ
કરીના કપૂરે બ્લેક રંગનો બોહો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ સિલ્વિયા ટેરાસી લેબલનો હતો. આ ડ્રેસની કિંમત 1,14,068 રૂપિયા હતી.આ ડ્રેસ સાથે કરીનાએ આમ્રપલી જ્વેલર્સની ઓક્સીડાઈઝ્ડ સિલ્વર જ્વેલરી પહેરી હતી. સ્મોકી આઈ તથા ન્યૂડ લિપ્સમાં કરીના ઘણી જ સુંદર લાગતી હતી.

‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 7’માં કરીનાએ ડિઝાઈનર ઝિઆદ જર્મનોસ બ્રાન્ડનો ડાર્ક બ્લૂ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને ડ્રેસ પર ગ્રીન ફેબ્રિક ડ્રેપ કર્યું હતું. આ ડ્રેસની કિંમત 1,65,238 રૂપિયા હતી.

કરીનાએ ડાર્ક બ્લૂ રંગનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉન ઈસ્તંબુલ સ્થિત ડિઝાઈનર રૈસા વનેસાએ ડિઝાઈન કર્યુંહતું. આ ગાઉનનીકિંમત 1,58,799 રૂપિયા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here