Home ગુજરાત કારગીલ વિજય દિન નિમિત્તે વરાછા વિસ્તારમાં યોજાયો મેગા રક્તદાન કેમ્પ!

કારગીલ વિજય દિન નિમિત્તે વરાછા વિસ્તારમાં યોજાયો મેગા રક્તદાન કેમ્પ!

245
0
આર્ટીકલ શેર કરો:

  • અત્યાર સુધીમાં આ કેમ્પ માં 1500 થી વધુ રક્તદાન એકત્ર થયું છે.
  • કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા માંથી 4 શહીદો ના પરિવારો ઉપસ્થિત રહ્યા હતાં.
  • જે પણ રક્તદાન કરે તેમને તેમના પેન્સિલ સ્કેચ પણ બનાવી આપવામાં આવ્યા હતા.


જય જવાન નાગરિક સમિતી, રોટરેક્ટ ક્લબ સહિતના અન્ય ઘણી સંસ્થાઓના સહયોગ દ્વારા વરાછામાં કારગિલ વિજય દિવસના 20 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. વિરાંજલિ યાત્રાની સાથે સૌરાષ્ટ્ર પટેલ ભવન મીની બજાર ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટ્યાં હતાં.


કારગિલ યુધ્ધમાં ગુજરાતના 12 જવાનો શહીદ થયા હતાં. જેમાંથી ચાર પરિવારોનું વરાછા વિસ્તારમાં આવેલી એલપીડી, આશાદીપ, રામકૃષ્ણ સહિત સ્કૂલોમાં સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


વરાછામાં સરથાણા નેચરપાર્ક ખાતે આવેલા શહીદ સ્મારક ખાતેથી પુષ્પાંજલિ અર્પણ કરીને વિરાંજલિ યાત્રા શરૂ થઈ હતી.જ્યાંથી લોકોએ મિની બજારમાં સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ રક્તદાન કેમ્પમાં જોડાયા હતાં.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here