Home ગુજરાત ICMR એ 35 પ્રાઇવેટ લેબોરેટરી ને કોરોના ટેસ્ટ માટે આપી મંજૂરી…

ICMR એ 35 પ્રાઇવેટ લેબોરેટરી ને કોરોના ટેસ્ટ માટે આપી મંજૂરી…

7417
0
આર્ટીકલ શેર કરો:

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા જારી કરવામાં આવેલી નવી લિસ્ટ મુજબ સિટી બેઝ્ડ સુપરટેક માઈક્રોપાથ લેબોરેટરી, યુનિપાથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડ અને સુરત બેઝ્ડ એસ એન જેનલેબ પ્રાઈવેટ લિમિટેડને કોવિડ-19 પરીક્ષણ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે.

સુપરટેક લેબોરેટરીના ડિરેક્ટર સંદીપ શાહે કહ્યું કે, ‘સરકાર અને ICMRની તમામ માર્ગદર્શિકા પૂર્ણ કર્યા બાદ અમને કોરોનાના પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમે ગુરૂવારથી કોવિડ -19 માટે પરીક્ષણ શરૂ કરીશું. કોરોનાનો ટેસ્ટ અલગ બંધ રૂમમાં કરવામાં આવશે. તેના માટે અમે લેબમાં 80 વ્યક્તિઓનો સ્ટાફ ગોઠવ્યો છે. સરકારની ગાઇડલાઇન મુજબ અમે કોરોનાના પરીક્ષણ માટે રૂ.4500 ચાર્જ લઈશું’. તેમણે વધુમાં કહ્યું કે, નમૂનાઓનું પરીક્ષણ બે બેચમાં કરવામાં આવશે. એક સવારે 10 વાગ્યે અને બીજુ સાંજે 4 વાગ્યે. પ્રથમ બેચના રિપોર્ટ 4 વાગ્ય સુધીમાં જ્યારે બીજી બેચના રિપોર્ટ રાત્રે 8 વાગ્યા સુધીમાં મળી શકશે.

અન્ય એક સિટી બેઝ્ટ લેબ હજુ સુધી ICMRની માર્ગદર્શિકા પૂર્ણ કરવાની પ્રક્રિયા પૂરી કરી શકી નથી. યુનિપાથ સ્પેશિયાલિટી લેબોરેટરી લિમિટેડના ઓપરેશન્સ હેડ નિતિન ગોસ્વામીએ જણાવ્યું કે, ‘અમારી લેબને કોવિડ -19 પરીક્ષણો કરવાની મંજૂરી મળી છે. અમે સંપૂર્ણ પરીક્ષણ પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓની ચકાસણી અને સલામતી અંગે આઇસીએમઆર દ્વારા જારી કરાયેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છીએ. મંગળવારે રાજ્ય સરકારે અમારી સુવિધાઓનું ઓડિટ કર્યું છે જેથી હવે પરીક્ષણ ટૂંક સમયમાં જ શરૂ થશે’

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

કેન્દ્ર સરકારે ખાનગી લેબોરેટરીઓને કોરોના વાઇરસના શંકાસ્પદ કેસોમાં સેમ્પલ ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે. ભારતમાં યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર કરાયેલ ટેસ્ટિંગ કિટ દ્વારા ખાનગી લેબોરેટરીઓ કોરોનાના ટેસ્ટ કરી શકશે. સરકારના આ નિર્ણયથી દેશમાં કોરોના સેમ્પલના ટેસ્ટિંગમાં ઝડપ આવશે.

કેન્દ્ર સરકારે ખાનગી લેબોરેટરીઓમાં કોરોના સેમ્પલના ટેસ્ટિંગ માટે મહત્તમ રૂપિયા ૪૫૦૦ ફી રાખવાની ભલામણ કરી હતી. આઇસીએમઆર દ્વારા ખાનગી લેબોરેટરીઓ માટે જારી કરાયેલી માર્ગર્દિશકા અનુસાર એનએબીએલ પ્રમાણિત તમામ ખાનગી લેબોરેટરીને કોરોના વાઇરસના સેમ્પલના ટેસ્ટિંગની પરવાનગી અપાશે.

કોને કરાવવો જોઈએ કોરોનાનો ટેસ્ટ?

– ઈન્ટરનેશનલ ટ્રાવેલના 14 દિવસ બાદ બિમાર પડેલા તમામ વ્યક્તિ (તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ)

– કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિ

– તમામ હેલ્થકેર વર્કર્સ

– ગંભીર શ્વસન બીમારીવાળા હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ

– કોરોના કન્ફર્મ કેસના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિ(પરિવારના સભ્યો અથવા દર્દીની સારવાર કરતા હેલ્થ વર્કર્સ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here