આજે જ્યારે સુરતમાં પાસ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમના સમર્થનમાં આપ,ભાજપ, કોંગ્રેસ ના નેતા અને સામાજિક આગેવાન પણ જોડાયા હતા.
આ જોતા એવું લાગી રહ્યું છે કે આગામી ચૂંટણી માં સૂરતમાં અલ્પેશ કથીરિયા કિંગ મેકર બને તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રા આજ રોજ સવારે 9:00 કલાકે ક્રાંતિ ચોક એટલે કે કિરણ ચોક ખાતેથી નીકળી છે અને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મીની બજાર વરાછા રોડ પૂર્ણ કરવામાં આવશે.
ગુજરાતની આગામી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ અને તેની સંગઠનની શક્તિ કોઈપણ રાજકીય પક્ષ માટે મોટો લાભ કે નુકસાન કરાવી શકે તેમ છે તેવું લાગી રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આંદોલન સમયે જે કેસો કરવામાં આવ્યા હતા તેને પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી અને સરકાર દ્વારા કેસો પરત ખેંચવા માટેની બાહેધરી પણ આપવામાં આવી હતી. પરંતુ પાટીદાર અનામત આંદોલનને એક પણ વાત સરકાર દ્વારા યોગ્ય રીતે માનવામાં આવી નથી. ત્યાંરે હવે તિરંગા પદયાત્રા રૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ શક્તિ પ્રદર્શન કરવાની પૂર્ણ તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.