ધી વરાછા કો – ઓપ.બેંક લિ . , સુરત દ્વારા “ વિશ્વ મહિલા દિવસ ” ની ઉજવણી કંઈક અનોખી રીતે કરવામાં આવી હતી.

બેંકની તમામ ૨૫ શાખાઓમાં સવારે ૧૦.૦૦ કલાકે મહિલાઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સહકારી બેંકોમાં અગ્રણ્ય એવી વરાછાબેંકે તેમની શાખા વિસ્તારના સામાજીક અગ્રણી મહિલાઓ, બેંકના મોટા FD હોલ્ડર મહિલાઓ , શાખામાં સફાઈ કરનાર મહિલાઓ તેમજ મહિલા તરીકે બિઝનેસ ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાશાળી નારી શકિતને બેંકમાં કાર્ય કરતી મહિલા કર્મચારી દ્વારા સન્માનિત કરીને સામાજીક ઉતરદાયિત્વ નિભાવ્યુ હતું .
બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ , શાખા વિકાસ કમિટી સભ્યશ્રીઓ તેમજ સ્ટાફ કર્મચારીઓની હાજરીમાં મહિલાઓને શાલ , પુસ્તક અને સાડી ઓઢાડીને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતું.

બેંકિંગ સેવાની સાથે સાથે સામાજીક ક્ષેત્રે જાગૃતિના અનેક કાર્યક્રમો થકી વરાછાબેંકની વિશેષ કામગીરી બિરદાવવાને લાયક છે.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…