આજે એક એવા વ્યક્તિ નો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેઓ વર્ષ 2019 થી નિઃસ્વાર્થ સોશ્યલ મીડિયા નો સદ્ઉપયોગ કરી આજ દિન સુધી અનેક જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી છે. એ વ્યક્તિ છે શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજનું ફેસબુક પેજ ચલાવનાર શ્રી મહેશભાઈ ભુવા. તેમને એવા વ્યક્તિ અને જરૂરિયાતમંદ પરિવાર ની પોસ્ટ મૂકી ને અત્યાર સુધી બે કરોડ થી પણ વધુ ની રકમ નું દાન એકત્ર કરી અને પરિવાર ના ખાતા નંબર મૂકી ને સીધા જ પરિવાર ના બેંક ખાતામાં રકમ જમા કરાવી છે.
ત્યારે ગતરોજ શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજનું ફેસબૂક ઉપર પેજ ચલાવતા શ્રી મહેશભાઈ ભુવાનો જન્મ દિવસ હતો તેમજ ટિમ સાથે મળીને હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી. જે સંસ્થા થકી નિરાધારનો આધાર બની ગરીબ પરિવારોને થતી આર્થિક મદદની જરૂરિયાત સંતોષી શકાશે. સુરતની દરેક સેવાકીય સંસ્થાઓની હાજરી અને સેવાના મહારથીઓના સન્માનથી પ્રસંગ દીપી ઉઠ્યો હતો.
આ પ્રસંગે શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, વસંતભાઈ ગજેરા, મનહરભાઈ સાચપરા, અલ્પેશભાઈ કથીરિયા, એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના રહીમભાઈ, ધાર્મિકભાઈ માલવિયા, પૂજાબેન, અંકિતાબેન મુલાણી, ચાર્મી ગુણા અને અનેક સેવાકીય સંસ્થાઓ અને સમાજ શ્રેષ્ઠી લોકો આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.
જુઓ વિડિયો: (Facebook : શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel )
કાર્યક્રમ માં નાની દીકરી ચાર્મી ગુણા એ પોતાના વક્તવ્ય માં કહ્યું કે, મહેશભાઈ ભુવાએ સોશ્યિલ મીડિયા નો ઉપયોગ કરી ની અનેક ની સેવા કરી છે. સોશ્યિલ મીડિયા જેટલું સારું છે તેટલું ખરાબ પણ છે. સોશ્યિલ મીડિયા નો ઉપયોગ કરતા આવડે તો તે સારું નહિતર તે ખરાબ જ છે.
અલ્પેશભાઈ કથીરિયા એ સેવાકીય સંસ્થાઓને ટકોર કરતા કહ્યું કે, “સેવાકીય સંસ્થાઓમાં જે પણ ટીમ જોડાઈ એ સારા રોજગાર સાથે જોડાય, જેથી ક્યારેય એવુ ના બને કે સેવા કરતા કરતા કાર્યકર્તા ની જ સેવા કરવી પડે.”
વધુમાં મનહરભાઈ સાચપરા એ જણાવ્યું હતું કે, તમે જે પોસ્ટ સોશ્યિલ મીડિયા માં અપલોડ કરો છો એમની ચકાસણી શું કરો છો ? ત્યારે મહેશભાઈ એ જણાવ્યું કે હું તેમના ઘરે જઈ ને એમની પરિસ્થિતિ ની અને આજુબાજુ માં તેમના સગાવાલા ની ચકાસણી કર્યા બાદ જ હું તેમની પોસ્ટ સોશ્યિલ મીડિયા માં મુકુ છું.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…