સુરત આંગણે આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય સંમેલન ૨૦૨૨ની તડામાર તૈયારી

સુરત આંગણે આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય સંમેલન ૨૦૨૨ની તડામાર તૈયારી

આજરોજ સુરત શહેરમાં સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ વરાછા રોડ સુરત ખાતે આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય સંમેલન ના આયોજનની જવાબદારી કાર્ય વિતરણ અન્વયે સભા મળી હતી. વિવિધ સમિતિઓ ના મુખ્ય સંયોજક અને સદસ્યો નકકી કરવામાં આવ્યાં હતાં. ભારતના ઇતિહાસમાં પહેલી વખત સુરત આંગણે 700 જેટલા આરટીઆઇ કાર્યકર્તા, વકીલો અને પત્રકારો સંયુક્ત રીતે આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય સંમેલન સફળ બનાવશે.

૧. આયોજન મુખ્ય વ્યવસ્થા સમિતી, ૨.ઓળખ કાર્ડ, પ્રમાણપત્ર, સન્માન પત્ર ડેટા એકત્ર સમિતિ, ૩.મીડિયા સમિતી, ૪. પ્રવેશ રજિસ્ટ્રેશન સમિતી, ૫.જાહેરાત એકત્ર સમિતી, ૬.સહાય કોષ બેંક એકાઉન્ટ હિસાબ સમિતી, ૭. આમંત્રણ વિતરણ સમિતિ, ૮. સ્ટેજ સંચાલન સમિતી, ૯. અલ્પાહાર ભોજન વ્યવસ્થા સમિતી, ૧૦. સાહિત્ય તૈયાર કરનાર સમિતિ, ૧૧.સભાખંડ આયોજન વ્યવસ્થા સમિતી, ૧૨. પ્રેસ પ્રવકતા સમિતી, ૧૩.સભા સંચાલન ઉદઘોષક સમિતી, ૧૪. પ્રાર્થના સ્વાગત ગીત સમિતી, ૧૫. જાહેરાત બેનર દેખરેખ સમિતી, ૧૬. તજજ્ઞ આવકાર ઉતારા સમિતી, ૧૭. મહિલા આરટીઆઇ કાર્યકર્તા સમિતી, ૧૮. સ્મૃતિ ભેટ સમિતી.

આરટીઆઇ એકટના નિષ્ણાત, વકીલો, કમિશનરો, તજજ્ઞો, માર્ગદર્શન પુરા પાડશે. તમામને નિશુલ્ક ઓળખ કાર્ડ, હાજરી પ્રમાણપત્ર અને સન્માન પત્ર આપવામાં આવશે. કોઈ પણ પાસેથી રોકડ રકમ સહાય સ્વીકારવામાં આવશે નહીં.

તમામ નાણાકીય વ્યવહાર પારદર્શી , જગ જાહેર કરાશે. આ આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય સંમેલન નું આયોજન કોઈ રાજકીય સામાજિક, કે ટ્રસ્ટ, વ્યકિત વિષેશ નું નથી. સૌ આરટીઆઇ કાર્યકર્તા પોતાની વ્યક્તિગત ફરજ બજાવી, જવાબદારીઓ નિભાવી સંમેલનના આયોજક છે સફળતા સિદ્ધિ સંપન્ન કરશે.

સભા સ્થળે જે લોકો પોતાની વ્યક્તિગત કે સંસ્થાકીય જાહેરાત કરવા ઈચ્છતા હોય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ અને આરટીઆઇ હેલ્પલાઇન નંબર ૯૯૦૪૦ ૧૨૧૬૯ જાહેર કરવામાં આવ્યો છે.

તા.૨૨/૦૫/૨૦૨૨ રવિવારે સરદાર પાટીદાર સમાજ હોલ, મીની બજાર, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર સામે, વરાછા રોડ સુરત મુકામે એક ઇતિહાસ નિર્માણ થશે.

નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *