“ચાલો ફરી સૌ સાથે મળીએ” – “Say No To Drugs”સવિનય જણાવવાનું કે પી.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કુલસ દ્રારા સાયન્સ વિભાગના 25 વર્ષ પૂર્ણ થતા એમના ભૂતપૂર્વ વિધાર્થીઓનું સ્નેહમિલન “ચાલો ફરી સૌ સાથે મળીએ” કાર્યક્રમનું તા. 16-04-2022 ને શનિવારે સાંજે 5 કલાકે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ગ્રાઉન્ડ, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
પી.પી.સવાણી સ્કુલમાં સાયન્સ વિભાગ ઈ.સ. 1998 થી શરુ કરવામાં આવ્યો હતો. આ પહેલા વિધાર્થીઓને વરાછા રોડથી દુર સુધી અભ્યાસ માટે જવું પડતું હતું મધ્યમવર્ગના વિધાર્થીઓની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી વિજ્ઞાનપ્રવાહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓની લાભ થશે એ હેતુથી સંસ્થાના પ્રમુખશ્રી વલ્લભભાઈ સવાણી દ્વારા સાયન્સ વિભાગ શરુ કરવામાં આવ્યો હતો. સાયન્સ વિભાગ શરુ થયો અને 2001 માં જ સાયન્સ વિભાગના વિધાર્થીઓએ મોટી સફળતા મેળવી અને ધોરણ –12 સાયન્સમાં બોર્ડની પરિક્ષામાં સમગ્ર ગુજરાતમાં મોરડિયા યોગેશે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું હતું. આ પ્રક્રિયા અવિરત ચાલુ રહી અને 25 વર્ષમાં 10,000 થી વધુ સાયન્સના વિધાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય આ સંસ્થા કંડારી ચુકી છે.
શાળાના 25 વર્ષ પૂર્ણ થતા વર્ષ 2022 ને સિલ્વર જ્યુબીલી તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે શાળામાંથી ઉતીર્ણ થઈને વિધાર્થીઓ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે વિશિષ્ટ પ્રદાન કરી રહ્યા છે તેવા 25 વિધાર્થીઓનું આ તબક્કે સન્માન પી.પી.સવાણી ગ્રૃપ દ્વારા થનાર છે. આ કાર્યક્રમમાં છ હજારથી વધુ વિધાર્થીઓ હાજર રહેવા આતુર છે. સમાજમાં Drugs એ ખુબ મોટું દુષણ બની ગયું છે અને ઘણા ભોગ બનેલા યુવાનો સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે ત્યારે અમારી શાળાનો આ કાર્યક્રમ *“SAY NO TO DRUGS”* થીમ પર ખાસ કેન્દ્રીત છે.
આ સમારોહમાં મુખ્ય અને વિશેષમાં મહેમાન તરીકે શ્રી, સી.આર.પાટીલ સાહેબ (પ્રમુખ ભા.જ.પા. ગુજરાત) ઉપસ્થિત રહી વિધાર્થીઓ’ને પ્રોત્સાહિત કરશે. શ્રી જીતુભાઈ વાઘાણી (શિક્ષણમંત્રી, ગુજરાત) અને શ્રી હર્ષભાઈ સંઘવી (ગૃહમંત્રી, ગુજરાત) અને પ.પૂ. નૌતમ સ્વામી(પ્રદેશ અધ્યક્ષશ્રી અખિલ ભારતીય સંત સમિતિ,ગુજરાત) પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં વિવિધ સમાજના અગ્રણીઓ, વિધાર્થીઓ, વાલીઓ અને સમગ્ર સ્ટાફ પરિવાર આ કાર્યક્રમનો સાક્ષી બનશે.