સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 64મા સમૂહલગ્નમાં કમાન્ડો યુગલ સહિત 88 દંપતીના લગ્ન સુરતમાં સંપન્ન…

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 64મા સમૂહલગ્નમાં કમાન્ડો યુગલ સહિત 88 દંપતીના લગ્ન સુરતમાં સંપન્ન…

સમૂહલગ્ન પ્રવૃત્તિના માધ્યમથી સામાજિક જાગૃતિનું કામ કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાયેલા ૬૪માં સમૂહ લગ્નોત્સવમાં ૮૮ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા છે.

રાષ્ટ્રગીતના ગાન અને ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે દિપ પ્રાગટ્ય વિધિ સાથે સાંજે ૫:૦૦ કલાકે મંગળ લગ્નવિધિનો પ્રારંભ થયો હતો. કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોષ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ અને રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ઉપસ્થિત રહી નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી.

કમાન્ડો યુગલને રૂ|. ૫ લાખનો પુરસ્કાર

સમૂહ લગ્નોત્સવમાં લગ્નગ્રંથીથી જોડાયેલ એક યુગલ કમાન્ડો છે. ચિ. નયના ધાનાણી રાષ્ટ્ર માટે એન.એસ.જી. કમાન્ડો છે, જ્યારે ચિ. નિકુંજ અજુડીયા આર્મીમા પેરા કમાન્ડો છે. આ કમાન્ડો યુગલને દાતાશ્રીઓના સહયોગથી રૂ. ૫ લાખ આપવામાં આવ્યા હતા. રાષ્ટ્ર માટે જાનની જોખમે કઠોર કામ કરનાર દંપતીને સુખી દાંપત્યજીવન માટે રૂ. ૫ લાખનો ચેક સમાજ ની ગંગાસ્વરૂપ બહેનોના હાથે આપવામાં આવ્યો હતો.

દીકરીને કરિયાવરમાં FD

સમૂહલગ્ન સમારોહના યજમાન શ્રી જયંતીભાઈ એકલારાવાળા એ દરેક કન્યાને કરિયાવર તથા વ્યવસ્થા સૌજન્ય પૂરુ પાડેલ છે. પરંતુ કન્યાના સમજદાર અને જાગૃત પિતાએ સમૂહ લગ્નમાં સાદાઈથી લગ્ન કરીને બચતમાંથી દીકરીને કરિયાવરમાં બેંક એફ.ડી. ની રસીદ આપી હતી. લગ્ન મંડપ-૪માં લગ્નગ્રંથીથી જોડાનાર ચિ. અક્ષિતાને તેમના પિતા શ્રીરમેશભાઈ માંગુકિયારૂ.૫૦,૦૦૦/-ની FD. તથા લગ્ન મંડપ- ૮૧ માં લગ્ન થયા તે કન્યા ચિ. અરુણાને તેમના પિતાશ્રી ગોરધનભાઈ હીરપરારૂ.૧,૦૦,૦૦૦/-ની FDઆપી છે. તે સમજદાર પિતાનું સમાજના અગ્રણીઓએ સન્માન કરી અન્યને દાખલો લેવા અનુરોધ કર્યો હતો.

વ્યાજખોરોથી બચવા લોકોને જાગૃત થવા ગૃહમંત્રીશ્રીનો અનુરોધ

વ્યાજખોરી સામે ઝુંબેશની નોંધ લઈ રાજ્યના ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી એ લોકોને જાગૃત થઈ વ્યાજખોરીનું દુષણ ડામવા અનુરોધ કર્યો હતો. ખોટા ખર્ચ ઓછા થાય તો જ વ્યાજથી બચી શકાય છે. સમૂહલગ્નનું આયોજન એ સામાન્ય પરિવારોને વ્યાજના ચક્કરમાંથી બચાવે છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજને સમૂહલગ્ન અને અન્ય સમાજ ઉપયોગી પ્રવૃત્તિ માટે અભિનંદન પાઠવ્યા હતા. વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશમાં લોકોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

 “સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે જાગૃતિની જરૂર છે.– કેન્દ્રીયમંત્રી શ્રી દર્શનાબેન જરદોષ

સ્વયંમ સેવકથી મંત્રી સુધી પ્રફુલભાઈ પાનશેરીયાની સફર

રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાતા સમૂહલગ્ન સમારોહમાં એક સામાન્ય સ્વયંમ સેવક થી સામાજિક પ્રવૃત્તિ શરુ કરનાર શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા આજે રાજ્યના શિક્ષણ મંત્રી પદ સુધી પહોંચનાર શ્રી પ્રફુલભાઈની સેવા પ્રવૃત્તિની વિશેષ નોંધ લેવામાં આવી હતી. આ પ્રસંગે પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે પટેલ સમાજે મારું ઘડતર કર્યું છે. અને સમૂહલગ્નના માધ્યમથી પટેલ સમાજે લોકોને નવી દિશા આપી છે. શિક્ષણ સુવિધાઓ માટે ભાઈઓ તથા બહેનો માટે હોસ્ટેલ સુવિધાઓ ઉભી થઇ રહી છે. દાતાશ્રીઓ અને સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતા.

એથ્લેટીક્સ કુ.શ્રદ્ધા કથીરિયાને રૂ.૧૦લાખનીસહાય..

નાસાના સંશોધન મિશનમાં ધ્રુવી જસાણી તથા કૃતિ ભીંગરાડિયા નું સન્માન

અમેરિકાની ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્પેસ આર્કિટેક તરીકે અભ્યાસ કરી. નાસાના સંશોધન મિશનમાં આર્કિટેક્ટ તરીકે પસંદ થયેલ કુ. ધ્રુવી જસાણી તથા એરોસ્પેસ એન્જીનીયર તરીકે રોબોટ બનાવનાર કુ. કૃતિ ભીંગરાડિયા નું અભિવાદન કરાયું હતું. તેમજ હરિઓમ આશ્રમ તરફથી બંને વૈજ્ઞાનિક દીકરીઓને અઢી- અઢી લાખનો પુરસ્કાર આપી સન્માનિતકરવામાં આવી હતી. ખેડૂત ની દીકરી નાસામાં કામ કરતી હોય, તે માટે સમાજે વિશેષ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

૨૦૦૦થી વધુ સ્વયંસેવકોએ સમૂહલગ્નોત્સ્વને સફળ બનાવ્યો

જયંતિભાઈઓ નો અનોખો સમૂહ

સમૂહ લગ્નોત્સવ ના સૌજન્ય દાતા શ્રી જયંતીભાઈ એકલારાવાળા હતા તેથી ૮૮ મંડપમાં જુદા-જુદા ૮૮ જયંતીભાઈ ઓ યુગલને ભેટ તથા શુભેચ્છા આપવા માટે ગયા હતા, શાફા સાથે જેન્તીભાઈઓનો સમુહ આકર્ષણનું કેન્દ્ર હતા અને પટેલ સમાજનું ગૌરવ પણ હતું.

“નાના માણસોની મોટી સેવા”

સમુહ લગ્નોત્સવમાં મંડપ વ્યવસ્થા, લાઈટ જનરેટર, ટાઉન વગેરે સેવા આપનાર કોન્ટ્રાક્ટર મિત્રો તરફથી વિનામૂલ્યે સેવા મળે છે, તે સેવા મૂલ્ય સમાજ તરફથી નિર્માણાધીન હોસ્ટેલ બાંધકામ માટે અર્પણ કરે છે. તેવા “નાના માણસોની મોટી સેવાની” નોંધ સાથે તમામ મંડપ કોન્ટ્રાક્ટર મિત્રોને બિરદાવ્યા હતા.

ટ્રાફિક તથા પાર્કિંગ વ્યવસ્થા સ્વયંસેવકોએ સંભાળી

સમૂહ લગ્નોત્સવ માં આવનાર હજારો લોકો માટે ટ્રાફિક સંકલન તથા પાર્કિંગની વ્યવસ્થા માટે સ્વયંસેવક મિત્રોએ નિષ્ઠાથી સેવા આપી છે. પી. પી. સવાણી ગ્રુપના શ્રીવલ્લભભાઈ ચોથાણી, શ્રીપંકજભાઈ સિદ્ધપરા તથા શ્રીવાલજીભાઈ ભંડેરી અને શ્રી જયસુખભાઈ ભંડેરી વગેરેના માર્ગદર્શન મુજબ કાર્યક્રમના અંત સુધી કામગીરી સંભાળી હતી.

મંગળગીત સાથે ૪:૦૦ કલાકે કન્યાપક્ષના આગમન સાથે સમૂહ લગ્ન સમારોહ નો પ્રારંભ થયો હતો. રાત્રે ૮:૩૦ કલાકે કન્યાવિદાય સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આભારવિધિ મંત્રી શ્રી અરવિંદભાઈ ધડુકે કરી હતી. જ્યારે કાર્યક્રમનું માહિતીસભર અને વિવિધતાથી સંચાલન શ્રી ભાવેશભાઈ રફાળીયા, શ્રી મનીષભાઈ વઘાસિયા, શ્રી પરેશભાઈ સવાણી તથા શ્રી જનકભાઈ સાવલિયા એ કર્યું હતું.

 

આર્ટિકલ શેર કરો:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *