PM મોદી 29 જુલાઈ 2022 ના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ની મુલાકાત લેશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ વિષયક મંત્રી નિર્મલા સીતારામન, રાજ્યના નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈ, કેન્દ્રીય વિત્તિય અને કોર્પોરેટ રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય વિત્તિય મંત્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે. જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંશ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે.
IFSCA ના મુખ્યાલયની ઇમારતોના આઇકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. જે અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે GIFT-IFSC ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા 27 એપ્રિલ, 2020 ના રોજ એક વૈધાનિક એકીકૃત નિયમનકારી સત્તા તરીકે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ની સ્થાપના કરવામાં આવી હતી અને “ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સમાં નાણાકીય સેવાઓના બજારને વિકસાવવા અને તેનું નિયમન કરવા અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે” તેને ચાર સ્થાનિક નાણાકીય ક્ષેત્ર RBI, SEBI, IRDAI અને PFRDA ના નિયમનકારોની સત્તાઓ આપવામાં આવી હતી.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…