Home ગુજરાત ટ્રમ્પના કાર્યક્રમમાં લાખોની ભીડ એકઠી કરવાં અધિકારીઓને અપાયો આ ટાર્ગેટ…

ટ્રમ્પના કાર્યક્રમમાં લાખોની ભીડ એકઠી કરવાં અધિકારીઓને અપાયો આ ટાર્ગેટ…

6201
0
Loading...
આર્ટીકલ શેર કરો:

અમદાવાદ શહેરમાં વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ એટલે કે મોટેરા સ્ટેડિયમનું આગામી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. જો કે, આ સ્ટેડિયમમાં 1 લાખ જેટલા જ લોકોની કેપીસીટી છે પણ આ કાર્યક્રમમાં 3 લાખથી પણ વધારે લોકોને લાવવાનો ટાર્ગેટ કરાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રવાસમાં લાખાની જનમેદની દેખાડવાનો તંત્ર દ્વારા એક પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે. ભાજપના જ એક નેતા પાસેથી મળતી માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમ માટે 10 હજારથી 1 લાખ નાગરિકોને બહારથી અમદાવાદમાં લાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે અને તેઓ પાછળ પણ આશરે લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવશે.

લાખોની ભીડ એકઠી કરવાં અધિકારીઓને અપાયો ટાર્ગેટ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ખામી દેખાવી જોઈએ નહિ અને વધારે પ્રમાણમાં ભીડ હોય તેવું કરી દેવામાં આવશે. જયારે તેવી જ રીતે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે તેના માટે પણ અલગ અલગ લોકોને વિવિધ ડ્રેસ કોડ આપી તેમનું સ્વાગત કરવા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તેવા લોકો ઉપર પણ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જયારે તમામ કાર્યક્રમ? બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે અને તે રોડ શો અંદાજિત 22 કિલોમીટરનો હશે. ત્યારે એએમસીએ રસ્તામાં આવતી તમામ દુકાનો,લારીઓ અને ધંધાઓ બંધ રાખવા માટે આદેશ પણ આપી દીધા છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

ટ્રમ્પના આ કાર્યક્રમ પાછળ બ્યુટીફીકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. ટ્રમ્પના આગમનથી માંડી તેમની દરેક કાર્યક્રમમાં ભીડ દેખાય તે રીતે આયોજન કરાયું હોવાના અહેવાલ છે. એટલે કે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યારે તેમના સ્વાગતમાં પણ હજારો લોકો દેખાય, બાદમાં મોટેરાના કાર્યક્રમમાં પણ લાખો લોકો હાજર રહે અને તેમની 22 કિલોમીટરની રેલીમાં પણ ઠેર-ઠેર લોકોના હુજુમ દેખાય તે માટે રાજ્યભરમાંથી 3 લાખથી વધુ લોકોને લાવવાની તૈયારીઓ કરાઈ હોવાની માહિતી મળી છે. ઉપરાંત આ તમામ લોકોને લાવવાથી માંડી તેમને રોકાવવાની જવાબદારીઓ જિલ્લાના આગેવાનોને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here