Home ભારત આ કારણે કરવામાં આવ્યો ભારતમાં ૨૧ દિવસનું લોક ડાઉન..

આ કારણે કરવામાં આવ્યો ભારતમાં ૨૧ દિવસનું લોક ડાઉન..

1553
0
આર્ટીકલ શેર કરો:

ભારતમાં કોરોના વાયરસ ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી કોરોના સંક્રમણના 580 કન્ફર્મ કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વધતા સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશમાં મંગળવાર અડધી રાતથી 21 દિવસો સુધી લૉકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં 15 એપ્રિલ સુધી લૉકડાઉન રહેશે. ચોક્કસપણે લૉકડાઉનથી લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે, પરંતુ તેનું એક મોટું કારણ પણ છે.

મૂળે કોરોનાના વધતા પ્રકોપની વચ્ચે થોડા દિવસો પહેલા 64 હજારથી વધુ ભારતીય અને વિદેશી અહીં આવ્યા છે. એવામાં સંક્રમણ ફેલાવવાનો ખતરો અનેકગણો વધી ગયો છે. આમ પણ આ બીમારી ભારતમાં બહારથી જ આવી છે. એવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન કરવું ખૂબ જરૂરી છે. આજ કારણ છે કે સરકારે સમગ્ર ભારતમાં લૉકડાઉન અને કેટલાક સ્થળે કર્ફ્યૂ લગાવી દીધો છે.

જ્યારે અધિકારીઓએ જણાવ્યું કે, 21 દિવસનું લૉકડાઉન લાગુ કરવા પાછળ મોટું કારણ લોકોની બેદરકારી છે. મૂળે વિદેશથી પરત ફરેલા અનેક લોકોને હોમ કોરન્ટાઇન રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમ છતાંય એનક એવા લોકો ટ્રેન કે રોડ પર ફરતા પકડાઈ ગયા. એવામાં તેઓ પોતે કે જેમના સંપર્કમાં તેઓ આવ્યા કોરોનાના મુખ્ય વાહક હોઈ શકે છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

વિદેશથી આવેલા લોકોમાં જો કોરોના વાયરસ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ થાતાં વાયરસ બાકી લોકોમાં નહીં ફેલાઈ શકે. એવામાં જે વ્યક્તિમાં કોરોના સંક્રમણના લક્ષણો હશે, તે 14 દિવસની અંદર દેખાવા લાગશે, ત્યારબાદ તરત સારવાર પણ શરૂ થઈ જશે. આ દરિમયાન જે પહેલાથી કોરોના પોઝિટીવ છે, તેમની સારવાર પણ પૂરી થવાની આશા છે. હાલ દેશમાં 1,87,904 લોકોને આઇસોલેશનમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsappફેસબુકટેલિગ્રામટ્વિટર,  ઇન્સ્ટાગ્રામઅને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here