Home ગુજરાત સુરતના તક્ષશિલા અગ્નિકાંડ પર સ્નેહમિલન માં ભજવાયું નાટક,જુઓ વિડિઓ..

સુરતના તક્ષશિલા અગ્નિકાંડ પર સ્નેહમિલન માં ભજવાયું નાટક,જુઓ વિડિઓ..

428
0
Loading...
આર્ટીકલ શેર કરો:

ભજવાયેલા નાટક નો વિડિઓ

સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને લોકો હજુ પણ ભૂલી નથી શક્યા. આ અગ્નિકાંડમાં 22 માસુમોના મોત નીપજ્યાં હતા.પરંતુ તેમના પરિવારજનોને ક્યાં ખબર હતી કે, તેમનું બાળક છેલ્લીવાર ઘરેથી બહાર જઈ રહ્યું છે. અને હવે ક્યારેય પાછું નથી આવવાનું એવી ખબર ન હતી.જ્યારે આ બાળકોના ફોન તેમના માતા-પિતા પર આવ્યા કે અહીં આગ લાગી છે. અમને બચાવી લો. ત્યારે માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કેટલાક વાલીઓ આગને જોઈએ ભાન ભૂલી ગયા હતા. તો કેટલાક વાલીઓની આંખ ભીની થઇ ગઈ હતી. બીજી બાજુ ફાયરની કામગીરીના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને તંત્ર ની કામગીરી પર પણ સવાલો ઉઠયા હતા.

ફાયર વિભાગ પાસે ચાર માળ સુધી પહોંચી શકે તેવી સીડી ન હોવાના કારણે બાળકોએ ચોથા માળ પરથી નીચે છલાંગ લગાવવી પડી હતી. જેના કારણે 22 જેટલા બાળકોના મોત થતા હતા. તો કેટલાક બાળકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ ઘટનાના પગલે લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા 22 બાળકોને ન્યાય મળી રહે તે માટે લોકો અલગ-અલગ રીતે તંત્રને રજૂઆત કરી રહ્યા છે.અને સુરત ના લોકો એ હસ્તાક્ષર અભિયાન દ્વારા રાષ્ટપતિ ને પણ પત્રો લખ્યા છે.

સુરતમાં યોજાયેલા સમસ્ત ચાડિયા ગામ પરિવારના સ્નેહમિલન સમારોહમાં કેટલાક બાળકો દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ પર એક નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટકમાં આગમાં બચવા માટે ઝઝુમી રહેલા બાળકોની વેદના વ્યક્ત કરવામાં આવી હતી અને નાટકના અંતે બાળકોએ ન્યાયની માગણી કરી હતી. ત્યારબાદ તંત્રને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. જે સમયે આ નાટક ભજવાઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. કારણ કે, નાટકમાં બાળકોની આટલી વેદના દેખાઈ રહી હતી. તો જે બાળકોએ આગની ઘટનામાં જીવ ગુમાવ્યો છે. તેમણે કેટલી વેદના સહન કરી હશે.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here