Home રેસિપી આપ નાસ્તામાં મમરા ખાવ છો?તો જાણી લો મમરાથી થતા ફાયદાઓ

આપ નાસ્તામાં મમરા ખાવ છો?તો જાણી લો મમરાથી થતા ફાયદાઓ

6451
0
આર્ટીકલ શેર કરો:

આપણે સૌ જાણી એ છીએ કે મમરા એ ચોખા દ્વારા બનતી નાસ્તા ની આઈટમ છે અને મોટાભાગ ના લોકો નો આ ફેવરીટ નાસ્તો હશે. મમરા એ નાની વય ના કે મોટી વય ના સૌ કોઈ ને ગમે તેવો નાસ્તો છે તથા આપણા સ્વાસ્થ્ય ને કોઈપણ પ્રકાર ની હાની ના પહોચાડે તેવો આહાર છે. મમરા એ આપણા દેશ નો સર્વશ્રેષ્ઠ ભારતીય નાસ્તો છે. મમરા નુ સેવન જુદી-જુદી જગ્યા એ જુદી-જુદી રીતભાત દ્વારા કરવા મા આવે છે અને દરેકના ઘરમાં આ નાસ્તો તો અવશ્ય ઉપલબ્ધ હોય જ છે.

ઘણા લોકો મમરા ને અન્ય વસ્તુ ઓ સાથે ઉમેરો કરી ને ચેવડા સ્વરૂપે ઉપયોગ મા લે છે. પણ શુ તમે જાણો છો કે આ લાઈટ આહાર મા કેલરી ખુબ જ વધુ પ્રમાણ મા જોવા મળે છે. જેથી આપ કોઈ સફર દરમિયાન કે કાર્ય કરવા ના સ્થળે પણ આ વસ્તુ નો ઉપયોગ કરી શકો છો. અને પ્રોટીન મેળવી શકો છો.

જેથી તમારા મા ભરપૂર પ્રમાણ મા એનર્જી નો વ્યાપ પણ જોવા મળે અને સ્વાસ્થ્ય ને પણ અનૂકુળ રહે. આ ઉપરાંત લોકો ને મમરા ના લાડુ પણ અતિપ્રિય હોય છે. મમરા મા લોહતત્વ , કેલ્શિયમ જેવા તત્વો પણ ભરપુર પ્રમાણ મા મેળવી શકાય છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

એક અંદાજ મુજબ એક વાટકો મમરા માંથી ૪૦૨ કેલરી અને ૬ ગ્રામ પ્રોટીન મેળવી શકાય છે . આ ઉપરાંત પણ ઘણા મિનરલ્સ પ્રાપ્ત કરી શકાય છે. મમરા ખાવા થી આપણ ને જઠરાગ્નિ ને લગતી બધી જ સમસ્યા ઓ માંથી મુક્તિ મળે છે તથા માંસપેશીઓ ને મજબૂત બનાવે છે.

મમરા ખાવા થી આપણુ બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલ મા રહે છે.આ હળવો આહાર એકદમ ભારે ભારે ફાયદા ઓ કરાવે છે. જેથી તેને ક્યારેય પણ હળવાશ મા ના લેવુ. આ બધા ફાયદા ઓ પર થી કહી શકાય કે મમરા ખાવા એ સ્વાસ્થ્ય માટે હિતકારી છે.અને શરીર માટે પણ ફાયદારૂપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here